________________
પ્રકરણ ૨૬/બદ્ધ યુક્ત શરીર
૩૮૫
છવીસમું પ્રકરણ * ક્ષેત્ર પલ્યોપમમાં દ્રવ્ય - બદ્ધ મુક્તશરીર
છે
દ્રવ્ય નિરૂપણ :| १ कइविहा णं भंते ! दव्वा पण्णत्ता ? गोयमा ! दुविहा दव्वा पण्णत्ता, तं जहा- जीवदव्वा य अजीवदव्वा य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– જીવદ્રવ્ય અને અજીવ દ્રવ્ય.
અજીવ દ્રવ્ય નિરૂપણ :
२ अजीवदव्वा णं भंते ! कइविहा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा अरूविअजीवदव्वा य रूविअजीवदव्वा य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અજીવ દ્રવ્યના પ્રકાર કેટલા છે?
ઉત્તર- હે ગૌતમ! અજીવ દ્રવ્યના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે- અરૂપી અજીવ દ્રવ્ય અને રૂપી અજીવ દ્રવ્ય. | ३ अरूविअजीवदव्वा णं भंते ! कइविहा पण्णत्ता ?
गोयमा ! दसविहा पण्णत्ता, तं जहा धम्मत्थिकाए, धम्मत्थिकायस्स देसा, धम्मत्थिकायस्स पएसा; अधम्मत्थिकाए, अधम्मत्थिकायस्स देसा, अधम्मत्थिकायस्स पएसा; आगासत्थिकाए, आगासत्थिकायस्स देसा, आगासत्थिकायस्स पएसा; अद्धासमए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અરૂપી અજીવ દ્રવ્યના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! અરૂપી અજીવદ્રવ્યના દસ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય,