________________
[પ્રકરણ ૨૫/ક્ષેત્ર પલ્યોપમ
|
| [ ૩૮૧]
ભાવાર્થ :- સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના વિષયમાં ગુરુશ્રીએ પ્રરૂપણા કરી, ત્યારે શિષ્ય પૂછ્યું.
પ્રશ્ન- શું વાલાઝથી ભરેલા તે પલ્યમાં કોઈ એવા આકાશપ્રદેશ પણ હોઈ શકે કે જે તે વાલાગ્રોથી અસ્કૃષ્ટ હોય ?
ઉત્તર- હા, તે પલ્યમાં વાલાઝથી અસ્પષ્ટ આકાશપ્રદેશ પણ હોય છે. પ્રશ્ન- આ વિષયમાં કોઈ દષ્ટાંત છે?
| ઉત્તર-હા, જેમ કોઈ કોઠીમાં (૧) કોળાને ભરવામાં આવ્યા હોય અને (૨) તેમાં બિજોરા નાંખવામાં આવે તો તે તેમાં સમાઈ જાય છે, (૩) તેમાં બીલા નાંખવામાં આવે તો સમાઈ જાય છે, (૪) તેમાં આમળા નાંખવામાં આવે તો તે પણ સમાઈ જાય છે, (૫) તેમાં ક્રમશઃ બોર, (૬) ચણા, (૭) મગ, (૮) સરસવ, (૯) ગંગાની રેતી નાંખવામાં આવે તો તે સમાઈ જાય છે. આ જ રીતે આ દષ્ટાંતથી તે પલ્યમાં પણ વાલાઝથી અસ્પષ્ટ આકાશપ્રદેશ હોય છે.
આ સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમને દસ ક્રોડાક્રોડીથી ગુણતા એક સૂક્ષ્મક્ષેત્ર સાગરોપમ થાય છે. વિવેચન :
આ સુત્રોમાં સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂ૫ વર્ણન કરવામાં આવ્યું છે. વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમમાં સમયે-સમયે વાલાથી સ્પર્શાયેલા આકાશપ્રદેશ કાઢવાનું વિધાન છે અને તેમાં અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ સમાપ્ત થઈ જાય અર્થાત્ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાલ પ્રમાણ છે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમમાં તે પ્રત્યેક વાલાગ્રના અસંખ્યાતઅસંખ્યાત ખંડ કરી પલ્યમાં ભરવામાં આવે છે અને પલ્યમાં રહેલ વાલાઝથી સ્પષ્ટ–અસ્કૃષ્ટ આકાશપ્રદેશને બહાર કાઢવામાં આવે છે માટે વ્યાવહારિક પલ્યોપમ કરતાં આ સૂક્ષ્મ પલ્યોપમ અસંખ્યાત ગણો મોટો છે.
શંકા :- સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમની કાળગણનામાં જો પલ્યમાં રહેલા વાલાઝથી સ્પષ્ટ અને અસ્પષ્ટ સર્વ આકાશ પ્રદેશ ગ્રહણ થાય છે, તો વાલાઝને પલ્યમાં ભરવાનું કથન શા માટે?
સમાધાન :- "દષ્ટિવાદ અંગમાં કેટલાક દ્રવ્યોની ગણના આ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના સ્પષ્ટ આકાશ પ્રદેશથી કરાય છે, કેટલાક દ્રવ્યોની ગણના અસ્પષ્ટ આકાશપ્રદેશથી કરાય છે માટે વાલાઝથી પલ્ય ભરવાની વાત પણ સપ્રયોજન છે. શંકા - વાલાઝથી ઠાંસીઠાંસીને ભરવામાં આવેલા પલ્પમાં અસ્પષ્ટ આકાશપ્રદેશ કેમ સંભવે ? તેમાં ખાલી જગ્યા તો હોતી નથી ?
સમાધાનઃ- કોઈ કોઠીમાં કોળા ભર્યા હોય અને તેમાં બિજોરા નાંખવામાં આવે તો સમાય જાય છે કારણ