________________
પ્રકરણ ૨૫/ક્ષેત્ર પલ્યોપમ
|
૩૭૯ |
તે વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમને દસ ક્રોડાકોડીથી ગુણતાં વ્યાવહારિક ક્ષેત્ર સાગરોપમ બને છે અર્થાતુ દસ ક્રોડાકોડી વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ બરાબર એક વ્યાવહારિક ક્ષેત્ર સાગરોપમ છે.
વિવેચન :
આ સૂત્રમાં વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂપ દર્શાવ્યું છે.
વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને અદ્ધાપલ્યોપમની જેમ જ અહીં ઉત્સધાંગુલના માપથી એક યોજન પ્રમાણ લાંબા પહોળા, ઊંડા પલ્યને તે જ રીતે વાલાઝથી ભરવો. વાલાઝને બહાર કાઢવામાં તે બંને પલ્યમાં સમયની મુખ્યતા હતી જ્યારે અહીં ક્ષેત્રની મુખ્યતા છે. તે વાલા ગ્રોએ જે આકાશપ્રદેશને સ્પર્યા છે, તે આકાશપ્રદેશમાંથી સમયે-સમયે એક–એક આકાશપ્રદેશ બહાર કાઢતાં સંપૂર્ણ આકાશપ્રદેશ બહાર નીકળી જાય, ત્યારે એક વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ થાય છે. એક–એક વાલાગ્ર પોતાની છએ દિશામાં અસંખ્યાત-અસંખ્યાત આકાશપ્રદેશને સ્પર્શીને રહે છે. આ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમમાં અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાલ વ્યતીત થાય છે.
| ३ एएहिं वावहारिएहिं खेत्तपलिओवम-सागरोवमेहिं किं पयोयणं? एए हिं पत्थि किंचिप्पओयणं, केवलं तु पण्णवणा पण्णविज्जइ । से तं वावहारिए खेत्तपलि- ओवमे ।
ભાવાર્થ :- પ્રશ્ન- આ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે? તેનું કથન શા માટે કર્યું છે?
ઉત્તર- આ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ–સાગરોપમથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તેની માત્ર પ્રરૂપણા કરાય છે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ સમજવામાં તે સહાયક બને છે માટે તેની પ્રરૂપણા સૂત્રકારે કરી છે. આ વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ છે. સૂમક્ષેત્ર પલ્યોપમ-સાગરોપમ :| ४ से किं तं सुहुमे खेत्तपलिओवमे ?
सुहुमे खेत्तपलिओवमे से जहाणामए पल्ले सिया जोयणं आयाम-विक्खंभेणं, जोयणं उर्ल्ड उच्चत्तेणं,तं तिगुणं सविसेसं परिक्खेवेणं; से णं पल्ले एगाहिय-बेहियतेहिय जाव उक्कोसेणं सत्तरत्त-परूढाणं सम्मढे सण्णिचित्ते भरिए वालग्गकोडीणं । तत्थ णं एगमेगे वालग्गे असंखेज्जाइं खंडाई कज्जइ, ते णं वालग्गा दिट्ठीओगाहणाओ असंखेज्जइभागमेत्ता सुहुमस्स पणगजीवस्स सरीरोगाहणाओ