________________
३७८
પચ્ચીસમું પ્રકરણ કાલપ્રમાણમાં ક્ષેત્રપલ્યોપમ
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ક્ષેત્ર પલ્યોપમ નિરૂપણ
१ से किं तं खेत्तपलिओवमे ? खेत्तपलिओवमे दुविहे पण्णत्ते, तं जहासुहुमे य वावहारिए य । तत्थ णं जे से सुहमे से ठप्पे ।
भावार्थ :- प्रश्र - क्षेत्र पस्योपमनुं स्व३५ देवु छे ?
ઉત્તર– ક્ષેત્ર પલ્યોપમના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ૧. સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ ૨. વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ. તેમાં જે સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ છે, તે સ્થાપનીય છે. તેનું વર્ણન પછી કરશે.
:
I
२ तत्थ णं जे से वावहारिए, से जहानामए पल्ले सिया जोयणं आयामविक्खंभेणं, जोयणं उड्डुं उच्चत्तेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं; से जं पल्ले एगाहिय-बेहिय-तेहिय जाव भरिए वालग्गकोडीणं । ते णं वालग्गा णो अग्गी डहेज्जा, णो वाओ हरेज्जा, जाव णो पूइत्ताए हव्वमागच्छेज्जा । जेणं तस्स पल्लस्स आगासपएसा तेहिं वालग्गेहिं अप्फुण्णा ततो णं सम समए गए एगमेगं आगासपएसं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे जाव णिट्ठिए भवइ । से तं वावहारिए खेत्तपलिओवमे ।
एएसिं पल्लाणं कोडाकोडी हवेज्ज दसगुणिया ।
तं वावहारियस्स खेत्तसागरोवमस्स एगस्स भवे परिमाणं ॥ ११३ ॥
ભાવાર્થ :- ઉત્સેધાંગુલ પ્રમાણથી એક યોજન લાંબો, પહોળો, ઊંડો અને કાંઈક અધિક ત્રણગુણી પરિધિવાળા એક પલ્યને(કૂવાને) બે, ત્રણ દિવસથી સાત દિવસ સુધીના ઉગેલા વાલાગ્ન કોટિઓથી ઠાંસીઠાંસીને એવી રીતે ભરવામાં આવે કે અગ્નિ તે વાલાગ્નને બાળી ન શકે, પવન તેને ઉડાડી ન શકે, તેમાં કોહવાટ થઈ ન શકે, તે સડી ન શકે અને તેમાં દુર્ગંધ ઉત્પન્ન થઈ ન શકે. ત્યાર પછી તે પલ્યમાંથી સમયે– સમયે વાલાગ્નોથી સ્પર્શાયેલા આકાશપ્રદેશોમાંથી એક—એક આકાશપ્રદેશ બહાર કાઢતાં—કાઢતાં, જેટલા સમયમાં તે પલ્ય ખાલી થઈ જાય, તેટલા કાળને એક વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ કહેવામાં આવે છે.