________________
૩૭૦ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
દેવોના પાંચ ભેદ છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારા. તેઓના વિમાનાવાસ મધ્યલોકમાં છે. સમપૃથ્વીથી ૭૯૦ યોજનથી શરૂ કરી ૯૦૦ યોજન સુધી અર્થાત્ ૧૧૦ યોજનમાં જ્યોતિષ્ક દેવો રહેલા છે. મનુષ્યલોક–અઢીદ્વીપમાં આ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવો મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે અને તેના કારણે મનુષ્ય ક્ષેત્રમાં દિવસ-રાત થાય છે. અઢીદ્વીપની બહાર જ્યોતિષ્ક મંડળ સ્થિર છે. તેથી ત્યાં રાતદિવસનું પરિવર્તન નથી.
અન્યો પ્રતોમાં સમુચ્ચય જ્યોતિષી દેવાની અને તારા વિમાનવાસી દેવની જઘન્ય સ્થિતિસાધિક પલ્યોપમના આઠમા ભાગની કહી છે, પરંતુ પ્રજ્ઞાપના સૂત્રના ચોથા પદમાં પલ્યોપમના આઠમા ભાગની છે. માટે પ્રસ્તુત સૂત્રોમાં તે જ પાઠ સ્વીકારેલ છે થોકડાઓમાં પણ તેમ જ પ્રચલિત છે. માટે અનુયોગદ્વાર સૂત્રમાં આ સાધિકનો પાઠ અશુદ્ધ પ્રતીત થાય છે. વૈમાનિક બાર દેવલોકના દેવોની સ્થિતિ :| २९ वेमाणियाणं भंते ! देवाणं जाव जहण्णेणं पलिओवम उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं ।
वेमाणीणं भंते ! देवीणं जाव जहण्णेणं पलिओवम उक्कोसेणं पणपण्णं पलिओवमाइं। ભાવાર્થ :- ભંતે ! વૈમાનિક દેવોની સ્થિતિ થાવ, જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે.
ભંતે! વૈમાનિક દેવીઓની સ્થિતિ યાવત જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ૫૫ પલ્યોપમની છે. ३० सोहम्मे णं भंते ! कप्पे देवाणं जाव जहण्णेणं पलिओवम उक्कोसेणं दोण्णि सागरोवमाइं।
सोहम्मे णं भंते ! कप्पे परिग्गहियाणं देवीणं जाव जहण्णेणं पलिओवमं उक्कोसेणं सत्त पलिओवमाइं ।
सोहम्मे णं भंते ! कप्पे अपरिग्गहियाणं देवीणं जावजहण्णेणं पलिओवम उक्कोसेणं पण्णासं पलिओवमाइं । ભાવાર્થ :- ભંતે! સૌધર્મકલ્પના દેવોની સ્થિતિ યાવત જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની છે.
ભંતે ! સૌધર્મકલ્પની પરિગૃહિતાદેવીઓની સ્થિતિ યાવત જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ