________________
[ ૩૫૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- વનસ્પતિકાયિકોની ઔથિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ–૧0000 વર્ષની છે.
સૂક્ષ્મ વનસ્પતિકાયિકોની ઔધિક, અપર્યાપ્ત તથા પર્યાપ્તની જઘન્ય-ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
બાદર વનસ્પતિકાયની ઔધિક જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષની છે. અપર્યાપ્તાબાદર વનસ્પતિકાયની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
પર્યાપ્તાબાદર વનસ્પતિકાયની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ધૂન ૧0,000 વર્ષની છે. વિવેચન
આ સૂત્રોમાં પાંચ સ્થાવરોની સ્થિતિનું નિરૂપણ છે. પાંચે સ્થાવરમાં સૂક્ષ્મ અને બાદર બંનેના પર્યાપ્તા અપર્યાપ્તા, તેમ પ્રત્યેકના ચાર–ચાર ભેદ થાય છે.
સુત્રના ક્રમમાં સહુ પ્રથમ ઔધિક સ્થિતિ ત્યાર પછી સૂમની ઔઘિક, પર્યાપ્તા, અપર્યાપ્તાની સ્થિતિ અને ત્યાર પછી બાદરની ઔઘિક, પર્યાપ્ત અને અપર્યાપ્તાની સ્થિતિ વિષયક પ્રશ્નો છે. આ રીતે પ્રત્યેકમાં સાત સાત પ્રશ્નોત્તર છે.
તેમાં સૂક્ષ્મૌધિક, પર્યાપ્ત, અપર્યાપ્તા અને બાદર અપર્યાપ્તાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે અને બાદર પર્યાપ્તાની સ્થિતિ, સમુચ્ચય સ્થિતિથી અંતર્મુહૂર્ત ન્યૂન હોય છે.
પાંચ સ્થાવર જીવોની સ્થિતિ નામ જઘન્યસ્થિતિ
ઉત્કૃષ્ટસ્થિતિ પૃથ્વીકાયિક
અંતર્મુહૂર્ત
૨૨000 વર્ષ અપકાય. અંતર્મુહૂર્ત
૭૦૦૦ વર્ષ તેજસ્કાય
અંતર્મુહર્ત
ત્રણ અહોરાત્રિ વાયુકાય અંતર્મુહૂર્ત
૩000 વર્ષ વનસ્પતિકાય
અંતર્મુહૂર્ત
૧૦,૦૦૦ વર્ષ. અહોરાત્રિ એટલે રાત્રિદિવસ, ત્રણ અહોરાત્રિ એટલે ત્રણ રાત અને ત્રણ દિવસ.
વિકસેન્દ્રિય સ્થિતિ :|११ बेइंदियाणपुच्छ!जहण्णेणंअंतोमुत्तंउक्कोसेणंबारस संबच्छराणि । अपज्जत्तयाणं