________________
| પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
૩૫૯ ]
य जहण्णेणं उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं बारस संवच्छराणि अंतोमुहत्तूणाई । ભાવાર્થ :- પ્રશ્ન બેઈદ્રિય જીવોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- બેઈદ્રિય જીવોની ઔધિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ છે. અપર્યાપ્તક બેઈદ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ બનેસ્થિતિ અંતર્મુહૂર્ત છે. પર્યાપ્તક બેઈદ્રિય જીવોની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તન્યૂન ૧૨ વર્ષની સ્થિતિ છે. |१२ एवं तेइंदियाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं एगूणपण्णासं राईदियाई । अपज्जत्तयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वि अंतोमुहुत्तं । पज्जत्तयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं एगूणपण्णासं राइंदियाई अंतोमुहुत्तूणाई । ભાવાર્થ :- પ્રશ્ન- તેઈદ્રિય જીવોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર– તેઈદ્રિય જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૪૯ અહોરાત્રિની છે. અપર્યાપ્ત તેઈદ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક તેઈદ્રિય જીવોની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૪૯ અહોરાત્રિની સ્થિતિ છે. १३ एवं चउरिंदियाणं जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं छम्मासा । अपज्जत्तयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं छम्मासा अतोमुहुत्तूणा । ભાવાર્થ :- પ્રશ્ન- ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- ચતુરિન્દ્રિયોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છ મહિનાની છે. અપર્યાપ્તક ચતુરિન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તા ચતુરેન્દ્રિયની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન છ મહિનાની છે. વિવેચન :
બેઈદ્રિય, તેઈદ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને વિગલેન્દ્રિય કહેવામાં આવે છે. તેઓમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા એવી બે અવસ્થા છે. અપર્યાપ્તામાં જઘન્ય–ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તાની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અપર્યાપ્તાવસ્થાનું અંતર્મુહુર્ત બાદ કરવામાં આવે છે.