________________
પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
૩૫૩
જીવને નિયત કાલ પર્યત રોકી રાખે તે કાલને આયુષ્ય અથવા સ્થિતિ કહે છે. તેની ગણના સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ અથવા સાગરોપમથી થાય છે. જ્ઞાનાવરણાદિ કર્મોમાં તે કર્મના અવસ્થાન- સત્તારૂપ સ્થિતિ અને ભજ્યમાન સ્થિતિ, એમ બે પ્રકારે સ્થિતિનું વર્ણન જોવા મળે છે. જેમકે જ્ઞાનાવરણીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાકોડી સાગરોપમની છે. ૩000 વર્ષ તેનો અબાધા કાળ કહેવાય છે. આ 8000 વરસ સુધી જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવતું નથી સત્તારૂપે રહે છે. ૩૦૦૦ વરસન્વન ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમ તેની ભૂજ્યમાન સ્થિતિ છે. જ્યારે નરકાદિ આયુસ્થિતિમાં માત્ર ભજ્યમાન સ્થિતિ ગ્રહણ કરાય છે. આયુકર્મની સ્થિતિમાં તેનો અબાધા કાળ સમાવિષ્ટ નથી. ભોગભૂમિના મનુષ્યો અને તિર્યંચો, દેવ તથા નારકી પોતાના આયુષ્યના છ માસ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે અને કર્મભૂમિના મનુષ્ય-તિર્યચો પ્રાયઃ પોતાના આયુષ્યના ત્રિભાગે પરભવનું આયુષ્ય બાંધે છે. તે ભવનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી આ નૂતન બંધાયેલા આયુષ્યનો ઉદય થતો નથી પણ તે સમય અનિશ્ચિત હોવાથી આયુકર્મની સ્થિતિમાં તેની ગણના કરી નથી. આયુકર્મની સ્થિતિમાં માત્ર ભૂજ્યમાન સ્થિતિ જ ગ્રહણ કરાય છે.
આ સૂત્રમાં પ્રથમ નરક રત્નપ્રભાની સમુચ્ચય સ્થિતિ અને અપર્યાપ્ત-પર્યાપ્તાની સ્થિતિ સ્પષ્ટ દર્શાવી છે. બીજી નરકથી સાતમી નરકની સમુચ્ચય સ્થિતિ સૂત્રમાં બતાવી છે. બીજી નરક શર્કરા પ્રભાના કથન પછી " સેસ પુકવણું..." સૂત્ર છે. તેમ છતાં દેહલી દિપક ન્યાયે તે પૂર્વ સૂત્ર અને પશ્ચાત સુત્ર બંનેને લાગુ પડે છે. શર્કરા પ્રભા અને વાલુકા વગેરે શેષ સર્વની અપર્યાપ્તા-પર્યાપ્તા સ્થિતિના પ્રશ્નો કરવા તેવો તેનો સ્પષ્ટ અર્થ થાય છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં પણ આ જ પાઠ છે. પાઠના સંક્ષિપ્તિકરણ અર્થે પાઠની આવી પદ્ધતિ આગમ ગ્રંથોમાં સર્વત્ર જોવા મળે છે.
અસુરકુમાર વગેરે દેવોમાં પણ સમુચ્ચય સ્થિતિ જ દર્શાવી છે. નારકીની જેમ જ ત્યાં પણ અપર્યાપ્તા-પર્યાપ્તા સ્થિતિ સમજવી.
અપર્યાપ્ત અવસ્થાની સ્થિતિ સર્વત્ર અંતર્મુહૂર્તની જાણવી. દેવ અને નારકીમાં કોઈ જીવ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામતા નથી. ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્ત સુધી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થઈ ન હોવાથી અપર્યાપ્ત અવસ્થા કહેવાય છે. પ્રત્યેક જીવોની સમુચ્ચય સ્થિતિમાંથી અપર્યાપ્તાની અંતઃમુહૂર્તની સ્થિતિ ન્યૂન કરતાં પર્યાપ્તાની સ્થિતિ પ્રાપ્ત થાય છે.
નારકીઓની આહુસ્થિતિ ક્રમ નામ જઘન્યસ્થિતિ
ઉત્કૃષ્ટસ્થિતિ રત્નપ્રભા ૧૦,૦૦૦ વર્ષ
૧ સાગરોપમ શર્કરા પ્રભા ૧ સાગરોપમાં
૩ સાગરોપમાં વાલુકાપ્રભા ૩ સાગરોપમાં
૭ સાગરોપમ