________________
૩૫ર |
શ્રી અયોગવાર સૂત્ર
जहण्णेणं सागरोवमं उक्कोसेणं तिण्णि सागरोवमाई ।।
एवं सेसपुढवीसु वि पुच्छा भाणियव्वा- वालुयप्पभापुढविणेरइयाणं जहण्णेणं तिण्णि सागरोवमाइं, उक्कोसेणं सत्त सागरोवमाइं ।
पंकप्पभापुढविणेरइयाणं जहण्णेणं सत्त सागरोवमाई, उक्कोसेणं दस सागरोवमाइं ।
धूमप्पभापुढविणेरइयाणं जहण्णेणं दस सागरोवमाई, उक्कोसेणं सत्तरस सागरोवमाइ ।
तमापुढविणेरइयाणं जहण्णेण सत्तरस सागरोवमाई, उक्कोसेणं बावीसं सागरोवमाई।
तमतमापुढविणेरइयाणं जहण्णेणं बावीसं सागरोवमाइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા નરકના નારકીની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! શર્કરાપ્રભાની જઘન્ય ૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩ સાગરોપમની સ્થિતિ છે.
શર્કરાપ્રભાની જેમ વાલુકાપ્રભા વગેરે શેષ નરકના નારકીઓની સ્થિતિ વિષયક પ્રશ્ન પૂછવા. તેના ઉત્તર આ પ્રમાણે છે. શર્કરા પ્રભાની જઘન્ય ૧ સાગરોપમ અને ઉત્કટ ૩ સાગરોપમની સ્થિતિ છે. વાલુકાપ્રભાના નારકીની જઘન્ય ૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૭ સાગરોપમની સ્થિતિ છે. પંકપ્રભાના નારકીની જઘન્ય ૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમની સ્થિતિ છે. ધૂમપ્રભા નરકના નારકોની જઘન્ય ૧૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમની સ્થિતિ છે. તમપ્રભા નરકના નારકીની જઘન્ય ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ રર સાગરોપમની સ્થિતિ છે. તમસ્તમપ્રભા નરકના નારકીની જઘન્ય રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ છે.
(રત્નપ્રભાની જેમ પ્રત્યેક નરકમાં અપર્યાપ્તાની જઘન્ય–ઉત્કૃષ્ટ બને સ્થિતિ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તાની સ્થિતિ સૂત્રમાં આપી છે. તેમાં અંતર્મુહૂર્ત ન્યૂન સ્થિતિ સૂત્રમાં પર્વ શબ્દ દ્વારા કહી છે.) વિવેચન :
આ સૂત્રમાં સાતે નારકીની સ્થિતિનું કથન છે. સ્થિતિ શબ્દ આયુષ્યનો સૂચક છે. નારકાદિ ભવોમાં