________________
[ ૩૫૦ ]
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન– સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–તે સ્વરૂપ આ પ્રમાણે છે, જેમકે કોઈ ઉત્સધાંગુલ અનુસાર એક યોજન લાંબો, એક યોજના પહોળો, એક યોજન ઊંડો અને સાધિક ત્રણ યોજનની પરિધિવાળા પલ્યને એકથી સાત દિવસના ઉગેલા વાલાઝથી ભરે. તે વાલાગ્રના અસંખ્યાત–અસંખ્યાત ખંડ કરવામાં આવે. તે પ્રત્યેક ખંડ વિશુદ્ધ આંખવાળ
ના ચક્ષુના વિષયભૂત પદાર્થ કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને સૂક્ષ્મ પનકના શરીરવગાહના કરતાં અસંખ્યાતગુણ અધિક હોય છે.[બાદર પૃથ્વીકાયિક એક જીવની અવગાહના જેવડા હોય છે.] સો-સો વર્ષે એક–એક વાલાગ્ર ખંડોને બહાર કાઢતા જેટલા સમયમાં તે પલ્ય વાલાગ્ર ખંડોથી વિહીન, નીરજ, નિર્લેપ અને સંપૂર્ણ ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહે છે. દસ ક્રોડાક્રોડી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ બરાબર એક સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ છે. | १८ एएहिं सुहुमेहिं अद्धापलिओवम-सागरोवमेहिं किं पयोयणं?
एतेहिं सुहुमेहिं अद्धापलिओवम-सागरोवमेहिं णेरइय-तिरिक्ख जोणियमणूस-देवाणं आउयाई मविज्जति । ભાવાર્થ :-પ્રશ્ન- આ સૂમિ અદ્ધા પલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધા સાગરોપમથી કર્યું પ્રયોજન સિદ્ધ થાય છે?
ઉત્તર- સુક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સાગરોપમથી નારક, તિર્યચ, મનુષ્ય અને દેવના આયુષ્યની સ્થિતિ માપવામાં આવે છે.
વિવેચન :
સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમમાં વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ પ્રમાણે જ પલ્યનું માપ વગેરે જાણવા. અહીં પ્રત્યેક વાલાગ્રના અસંખ્યાત-અસંખ્યાત ખંડ(કડા)કરી પલ્યમાં ભરવા અને સો-સો વર્ષે એકએક વાલાગ્ર ખંડ બહાર કાઢતાં તે પલ્ય સંપૂર્ણપણે જેટલા કાળમાં ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહે છે. આવા દસ ક્રોડાકોડી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ બરાબર એક સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અસંખ્યાત કોટિ વરસ પ્રમાણ જાણવો. આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સાગરોપમ દ્વારા ચારે ગતિના જીવોના આયુષ્યનું માપ થાય છે. કર્મોની સ્થિતિનું માપ પણ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમથી માપવામાં આવે છે.
'In પ્રકરણ-ર૩ સંપૂર્ણ |