________________
'પ્રકરણ ૨૩/કલvમાણ-પલ્યોપમ સ્વરૂ૫
૩૪૭ |
બહાર કાઢવામાં આવે અને જેટલા સમયમાં તે પલ્ય વાલાગ્ર શૂન્ય થાય, એકદમ ખાલી થઈ જાય તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવામાં આવે છે. દસ ક્રોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનો એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય છે. |१२ एएहिं सुहुमेहिं उद्धारपलिओवम-सागरोवमेहिं किं पओयणं ? एएहिं सुहुमेहिं उद्धारपलिओवम-सागरोवमेहिं दीव-समुद्दाणं उद्धारे घेप्पइ । ભાવાર્થ -પ્રશ્ન- સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે?
ઉત્તર– સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમથી દ્વીપસમુદ્રોનું માપ કરાય છે. | १३ केवइया णं भंते ! दीव-समुद्दा उद्धारेणं पण्णत्ता ?
गोयमा ! जावइया णं अड्डाइज्जाणं उद्धारसागरोवमाणं उद्धारसमया ए वइया णं दीव-समुद्दा उद्धारेणं पण्णत्ता । से तं सुहुमे उद्धारपलिओवमे । से तं उद्धार- पलिओवमे । ભાવાર્થ - પ્રશ્ન- ભગવન્! ઉદ્ધારની અપેક્ષાએ(ગણતરીની અપેક્ષાએ) કેટલા દ્વીપસમુદ્રો પ્રરૂપ્યા
| ઉત્તર- ગૌતમ! અઢી સુક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધાર સમયો છે, તેટલા દ્વીપ સમુદ્રો કહ્યા છે. આ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું અને ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ છે.
વિવેચન :
આ ત્રણ સૂત્રો દ્વારા સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ–સાગરોપમનું સ્વરૂપ દર્શાવ્યું છે. વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ જેવું જ તેનું સ્વરૂપ છે. માત્ર વ્યાવહારિક પલ્યોપમનું પ્રમાણ નિર્દેશ કરવામાં એકથી સાત દિવસના વાલાઝને પલ્યમાં ભરવાનું કથન છે. જ્યારે આ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમમાં તે જ વાલાઝના અસંખ્યાત-અસંખ્યાત ખંડ કરી ભરવાનું વિધાન છે. વાવાઝના આ જે ખંડ કરવામાં આવે તે નિર્મળ -વિશદ્ધ નેત્રવાળા છવાસ્થ પુરુષને દષ્ટિગોચર થતાં સુક્ષ્મ પુદ્ગલ દ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેવડા હોય છે અને સૂક્ષ્મ પનકના જીવના શરીરથી અસંખ્યાત ગુણા મોટા હોય છે. વાર થવીયપપ્તીરાલ્યાનજિ વૃદ્ધવાદઃ | પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકના એક જીવના શરીર જેવડા આ ખંડ હોય છે.– અનુયોગદ્વાર ટીકા પત્ર-૧૮૨. વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમમાં વાલાગ્ર સંખ્યાત હોવાથી તે સંખ્યાત પરિમિત છે. સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમમાં વાલાગ્ર અસંખ્યાત ખંડ રૂપ છે. તેને પ્રતિસમયે એક-એક ખંડ કાઢતા અસંખ્યાત સમય અને સંખ્યાત વર્ષ કોટિ પરિમાણ કાળ વ્યતીત થાય છે.
અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ અર્થાત્ પચ્ચીસ ક્રોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના સમય પ્રમાણ