SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૩/કલvમાણ-પલ્યોપમ સ્વરૂ૫ | [ ૩૪૧ ] વિવેચન : આ સૂત્રમાં સૂત્રકારે સમયના સ્વરૂપને સ્પષ્ટ કરવા દરજી પુત્રનું દષ્ટાંત આપીને બતાવ્યું છે કે યુવાન, શક્તિશાળી કોઈ દરજી પુત્ર એક જ ઝાટકે કાપડના તાકાને ફાડે તેટલા કાળને 'સમય' કહી ન શકાય, તે તાકાના પ્રત્યેક તંતુના છેદન કાળને પણ સમય કહી ન શકાય, તે તંતુઓના પ્રત્યેક રેશાના છેદન કાળને પણ સમય ન કહી શકાય. તે પ્રત્યેક ક્રિયામાં અસંખ્યાત સમય લાગે છે. કાળ દ્રવ્યનો નિર્વિભાગ અંશ સમય છે. મિનિટ કલાક-દિવસ વગેરેને વ્યવહારથી કાળ કહેવામાં આવે છે પણ નૈઋયિક રીતે તો જેના નિમિતે સર્વ દ્રવ્યોનું પરિણમન થાય છે, તે કાળના નિવિભાગ અંશને જ કાળ કહેવામાં આવે છે અને તે કાળ સમય રૂપ છે. જઘન્યગતિથી કોઈ પરમાણુ પોતાને સ્પર્શી રહેલા અન્ય પરમાણુ સુધી જવામાં જેટલો કાળ પસાર કરે તેને સમય કહેવામાં આવે છે અથવા એક આકાશ પ્રદેશ પર રહેલો પરમાણુ તેની નિકટના જ બીજા આકાશ પ્રદેશ પર ગતિ કરે તેમાં જેટલો કાલ વ્યતીત થાય તેને સમય કહે છે અથવા જઘન્ય વેગથી ઉપરથી નીચે અને નીચેથી ઉપર જતા પરમાણુ એક બીજાને જેટલો સમય સ્પર્શે તેને સમય કહેવામાં આવે છે. આંખના પલકારામાં અસંખ્યાત સમય પસાર થઈ જાય તેટલો સૂક્ષ્મ આ સમય છે. સમયનું સ્વરૂપ બતાવ્યા પછી સૂત્રકાર સમયોના સમૂહથી ઉત્પન્ન થતાં વિભાગનિષ્પન્ન કાળદ્રવ્યનું સ્વરૂપ વર્ણવે છે. શીર્ષ પ્રહેલિકા પર્યત : વિભાગ નિષ્પન્ન કાળ :| ५ असंखेज्जाणं समयाणं समुदयसमिइसमागमेणंसा एगा आवलियात्ति पवुच्चइ। संखेज्जाओ आवलियाओ ऊसासो । संखेज्जाओ आवलियाओणीसासो । हट्ठस्स अणवगल्लस्स, णिरुवकिट्ठस्स जंतुणो । एगे ऊसास-णीसासे एस, पाणु त्ति वुच्चइ ॥१०४॥ सत्त पाणूणि से थोवे, सत्त थोवाणि से लवे । लवाणं सत्तहत्तरिए, एस मुहुत्ते वियाहिए ॥१०५॥ तिण्णि सहस्सा सत्त य सयाणि, तेहत्तरं च उस्सासा । एस मुहुत्तो भणिओ, सव्वेहिं अणतणाणीहिं ॥१०६॥ एएणं मुहत्तपमाणेणं तीसं मुहत्ता अहोरत्ते, पण्णरस अहोरत्ता पक्खो, दो पक्खा मासो, दो मासा उऊ, तिण्णि उऊ अयणं, दो अयणाई संवच्छरे, पंचसंवच्छरिए जुगे, वीसं जुगाई वाससयं, दस वाससयाई वाससहस्सं, सयं वाससहस्साणं वाससयसहस्सं, चउरासीई वाससयसहस्साइं से एगे पुव्वंगे,
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy