________________
[ ૩૨૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
२५ अणुत्तरोववाइयदेवाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! अणुत्तरोववाइयदेवाणं एगे भवधारणिज्जए सरीरए, से जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं एक्का रयणी । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનુત્તરોપપાતિક દેવોની અવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! અનુત્તર વિમાનવાસી દેવોને એક ભવધારણીય શરીર જ હોય છે. તેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હાથની છે.
વિવેચન :
દેવોના ચાર પ્રકાર-નિકાય છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક. તેમાંથી પ્રથમ ત્રણ નિકાયમાં ઈન્દ્ર, સામાનિક વગેરે ભેદ છે. ઈન્દ્રાદિ ભેદ જ્યાં હોય તે કલ્પોપપન્ન કહેવાય છે. પ્રથમ ત્રણ નિકાયના દેવ અવશ્ય કલ્પોપન્ન હોવા છતાં 'કલ્પ' શબ્દ પ્રયોગ વૈમાનિક દેવો માટે રૂઢ થયો છે. સૌધર્મથી લઈ અય્યત સુધીના ૧૨ દેવલોકમાં ઈન્દ્રાદિ ભેદ હોવાથી તે કલ્પપપન્ન કહેવાય છે. જ્યારે રૈવેયક અને અનુત્તર-વિમાનવાસી દેવોમાં ઈન્દ્રાદિ ભેદ નથી. ત્યાંના બધા જ દેવો અહમેન્દ્ર છે. તેથી તે કલ્પાતીત કહેવાય છે.
વૈમાનિક દેવોમાં સૌધર્મથી અશ્રુત સુધી ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. ઉત્કૃષ્ટ અવગાહના જુદી જુદી છે. તે સૂત્રથી સ્પષ્ટ છે. બાર દેવલોક સુધીના દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે. તેઓના ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ યોજનની છે. રૈવેયક અને અનુત્તરવિમાનવાસી દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવતા નથી માટે તેઓની માત્ર ભવધારણીય અવગાહના જ દર્શાવી છે. ચારે નિકાયના દેવો લબ્ધિથી પર્યાપ્તા જ હોય છે અર્થાતુ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામતા નથી. ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં પર્યાપ્તા થઈ જ જાય છે, માટે તેના પર્યાપ્તા અપર્યાપ્તા એવા ભેદ કરી અવગાહના બતાવી નથી. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને બાર દેવલોકના દેવો ઉત્તર વૈક્રિય કરે ત્યારે તેની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન છે. ગ્રેવેયક–અનુત્તર વિમાનવાસીદેવ ઉત્તર વૈક્રિય કરતાં નથી. દેવોની ભવધારણીય શરીરની અવગાહના ચાર્ટમાં બતાવી છે.
ચાર પ્રકારના દેવોની શરીરવગાહના
કમ
દેવનામ
ભવધારણીય શરીર જધન્ય | ઉત્કૃષ્ટ અંગુલનો અસં. ભાગ
૭ હાથ
ભવનપતિ