________________
પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
|
[ ૩ર૭ |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મકલ્પના દેવોની અવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! સૌધર્મકલ્પના દેવોની અવગાહના બે પ્રકારે છે. (૧) ભવધારણીય (૨) ઉત્તર વૈક્રિય. તેમાં ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની છે. ઉત્તરક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ યોજનની છે. ઈશાન કલ્પના દેવોની અવગાહના સૌધર્મકલ્પના દેવોની અવગાહના જેટલી જ
કહેવી.
२३ जहा सोहम्मयदेवाणं पुच्छा तहा सेसकप्पाणं देवाणं भवधारणिज्जा उत्तरवेउव्विया पुच्छा भाणियव्वा जाव अच्चुयकप्पो णवरं सणंकुमारे भवधारणिज्जा उक्कोसेणं छ रयणीओ। एवं माहिंदे वि ।
बंभलोग-लंतएसु उक्कोसेणं पंच रयणीओ । महासुक्क-सहस्सारेसु उक्कोसेणं चत्तारि रयणीओ । आणय-पाणय-आरण-अच्चुएसु चउसु वि भवधारणिज्जा उक्कोसेणं तिण्णि रयणीओ। ભાવાર્થ :- સૌધર્મ કલ્પના દેવોની શરીર અવગાહના વિષયક પ્રશ્નોની જેમ ઈશાનને છોડી અય્યતકલ્પ સુધીના શેષ કલ્પવાસી દેવોની ભવધારણીય અને ઉત્તરક્રિય શરીરની અવગાહના વિષયક પ્રશ્ન અને ઉત્તર જાણવા. વિશેષતા આ પ્રમાણે છે–
સનકુમાર અને મહેન્દ્ર કલ્પમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ૬ હાથની છે. બ્રહ્મલોક અને લાતક કલ્પમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના પાંચ હાથની છે. મહાશુક્ર અને સહસાર કલ્પમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ચાર હાથ છે.
આનત, પ્રાણત, આરણ અને અય્યત આ ચારે ય કલ્પમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ હાથની છે. २४ गेवेज्जयदेवाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! गेवेज्जयदेवाणं एगे भवधारणिज्जए सरीरए, से जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं दो रयणीओ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રૈવેયક દેવોની અવગાહના કેટલી છે?
ઉત્તર-હે ગૌતમ! રૈવેયક દેવોને એક માત્ર ભવધારણીય શરીર જ હોય છે. તેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અવગાહના બે હાથની છે.