SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ 'પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના ૩૨૫ ] મનુષ્યની અવગાહના : २० मणुस्साणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? ___ गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं तिण्णि गाउયાડું . ___ सम्मुच्छिममणुस्साणं पुच्छा जाव उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं गब्भवक्कंतियमणुस्साणं पुच्छा जावउक्कोसेणं तिण्णि गाउयाई। अपज्जत्तग गब्भवक्कंतियमणुस्साणं पुच्छा जाव उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं । पज्जत्तग पुच्छा जाव उक्कोसेणं तिण्णि गाउयाई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! મનુષ્યના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ છે. પ્રશ્ન- હે ભગવન્! સંમૂર્છાિમ મનુષ્યોની અવગાહના કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! સંમૂર્છાિમ મનુષ્યોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની છે. પ્રશ્ન- હે ભગવન્! ગર્ભજ મનુષ્યોની અવગાહના કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ ૩ ગાઉની છે. પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા ગર્ભવ્યુત્ક્રાન્ત મનુષ્યની અવગાહના કેટલી છે? ઉત્તર– જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત ગર્ભજ મનુષ્યની અવગાહના કેટલી છે? ઉત્તર- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૩ ગાઉની છે. વિવેચન : આ સૂત્ર દ્વારા મનુષ્યના શરીરની અવગાહનાનું-ઊંચાઈનું વર્ણન સૂત્રકારે કર્યું છે. મનુષ્યોમાં સંમૂર્છાિમ મનુષ્ય અપર્યાપ્તા જ છે તેઓ અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામે છે. પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત કરતા જ નથી. તેથી સંમૂર્છાિમ મનુષ્યમાં પર્યાપ્ત-અપર્યાપ્ત એવા બે ભેદ થતા નથી. તેથી પાંચ
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy