________________
પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
ઉત્તર- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.
(૬) પ્રશ્ન– અપર્યાપ્તા ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેંદ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર– જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જાણવી. (૭) પ્રશ્ન– પર્યાપ્ત ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર– જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.
ખેચર જીવોના શરીરની અવગાહના :
૩
१८ खहयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा जाव उक्कोसेणं धणुपुहुत्तं । सम्मुच्छिमखहयराणं जहा भुयपरिसप्पसम्मुच्छिमाणं तिसु वि गमेसु तहा भाणियव्वं ।
गब्भवक्कंतियाणं जाव उक्कोसेणं धणुपुहुत्तं ।
अपज्जत्तयाणं जहण्णेणं वि, उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं । पज्जत्तयाणं जाव उक्कोसेणं धणुपुहुत्तं ।
ભાવાર્થ
(૧) પ્રશ્ન– ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. (૨) પ્રશ્ન- સંમૂર્ચ્છિમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ?
ઉત્તર– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. (૩) પ્રશ્ન– અપર્યાપ્ત સંમૂર્ચ્છિમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર– જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. (૪) પ્રશ્ન– પર્યાપ્ત સંમૂર્ચ્છિમ ખેચર તિર્યંચ પંચેંદ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર– જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. (૫) પ્રશ્ન– ગર્ભજ ખેચર તિર્યંચ પંચેંદ્રિયોની અવગાહના કેટલી છે ?
:
ઉત્તર– જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. (૬) પ્રશ્ન– અપર્યાપ્તા ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ?