________________
૩રર |
શ્રી અયોગવાર સૂત્ર
વિવેચન :
આ સાત પ્રશ્નોત્તર દ્વારા ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના બતાવી છે. તેમાં ગર્ભજ ઉરપરિસર્પની ઉત્કૃષ્ટ હજાર યોજનની અવગાહના અઢીદ્વીપની બહારના સર્પોની અપેક્ષાએ જાણવી. ભુજપરિસર્પ જીવોના શરીરની અવગાહના :|१७ भुयपरिसप्पथलयराणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं गाउयपुहुत्तं ।
सम्मुच्छिम भुयपरिसप्पथलयराणं जाव उक्कोसेणं धणुपुहुत्तं ।
अपज्जत्तयसम्मुच्छिम भुयपरिसप्पथलयराणं पुच्छा जाव उक्कोसेणं वि अंगुलस्स असंखेज्जइभागं ।
पज्जत्तयाणं जहणेण्णं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं धणुपुहुत्तं । गब्भवक्कंतियभुयपरिसप्पथलयराणं पुच्छा जाव उक्कोसेणं गाउयपुहुत्तं ।
अपज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं वि अंगुलस्स असंखेज्जइभागं ।।
पज्जत्तयाणं पुच्छा जाव उक्कोसेणं गाउयपुहुत्तं । ભાવાર્થ :-(૧) પ્રશ્ન- ભુજપરિસર્પ સ્થલચર તિર્યચપંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. (૨) પ્રશ્ન– સંમૂર્છાિમ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર– જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક (ર થી ૯) ધનુષ્યની અવગાહના છે. (૩) પ્રશ્ન- અપર્યાપ્ત સંમૂર્છાિમ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર- જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૪) પ્રશ્ન- પર્યાપ્તા સમૂર્છાિમ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક ધનુષની છે. (૫) પ્રશ્ન- ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?