________________
'પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
[ ૩૨૧]
अपज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं अंगुलस्स असंखेज्जइभागं ।
पज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं जोयणपुहुत्तं। __ गब्भवक्कंतिय उरपरिसप्पथलयर पंचेंदियाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइ भागं उक्कोसेणं जोयणसहस्स;
अपज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं अंगुलस्स असंखेज्जइभागं ।
पज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं जोयणसहस्सं। ભાવાર્થ :- (૧) પ્રશ્ન- ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર– તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. (૨) પ્રશ્ન– સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર– તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક યોજનની છે. (૩) પ્રશ્ન- અપર્યાપ્ત સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર– તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૪) પ્રશ્ન- પર્યાપ્ત સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક યોજનછે. (૫) પ્રશ્ન- ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર– તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની.
(૬) પ્રશ્ન- અપર્યાપ્ત ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર- જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની છે. (૭) પ્રશ્ન- પર્યાપ્ત ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.