________________
[ ૩૨૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
(૬) પ્રશ્ન- અપર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર– તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૭) પ્રશ્ન- પર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર- તેઓની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ છ ગાઉની અવગાહના છે. વિવેચન :
અહીં ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયના સાત અવગાહના સ્થાનો દ્વારા જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના બતાવી છે. છ ગાઉની ઉત્કૃષ્ટ અવગાહના, દેવકુરુ વગેરે ભોગભૂમિના ગર્ભજ હાથીઓની અપેક્ષાએ સમજવી.
યપુદત્ત - જીવોની સ્થિતિ, અવગાહના વગેરે અનેક સ્થાનોએ "પુદત્ત' શબ્દનો પ્રયોગ આગમોમાં જોવા મળે છે. પુદુ' ની સંસ્કૃત છાયા પૃથુત્વ' છે. તેનો અર્થ 'અનેક' થાય છે.
'દત્ત' શબ્દનો પ્રયોગ આગમોમાં કવચિત્ જોવા મળે છે. તેની સંસ્કૃત છાયા પૃથકત્વ છે. તેનો અર્થ અલગ અલગ અથવા વિભાગ થાય છે. તેનો પ્રયોગ ઉત્તરાધ્યયન સુત્ર અધ્યયન ૨૮ માં છે. પ્રાસંગિક શબ્દ પુહુર્તા છે. બંને શબ્દોમાં કંઈક સમાનતાના કારણે લિપિપ્રમાદથી પુહુર્તાની જગ્યાએ પુહત્ત શબ્દ થઈ જાય છે અને તેની સંસ્કૃત છાયા પણ પૃથક્ત કરવામાં આવે છે. તે સંશોધનીય છે.
ટીકાઓમાં અને અભિધાન રાજેન્દ્ર કોષમાં પણ મુહુર્તા' શબ્દનો અર્થ 'અનેક કર્યો છે. "હુર પૃથજત્વ-પૃથવા ૬ વહુવારી"જીવાભિગમ ટીકા. પુકુર સો વદુવાવી-ચૂર્ણ.
પ્રજ્ઞાપના સૂત્ર, જીવાભિગમ, ભગવતી સૂત્ર વગેરેમાં પુદુત્ત શબ્દથી ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૨... સંખ્યાત, અસંખ્યાત અને અનંતનું પણ ગ્રહણ કરવામાં આવ્યું છે.
આગમના આ પુદુર શબ્દ અને તેના પર્યાયવાચી શબ્દરૂપે વપરાતા પ્રત્યેક શબ્દનો અર્થ પરંપરામાં બે થી નવ' કરવામાં આવે છે પરંતુ કોઈ સ્થાને પુER નો અર્થ એ થી નવ સંગત થાય છે અને કોઈ સ્થાને તે અર્થ સંગત થતો નથી. તેથી આ પુદુર શબ્દનો 'અનેક કે ઘણા' તેવો અર્થ કરવામાં આવે છે. ઉરપરિસર્પ જીવોના શરીરની અવગાહના :|१६ उरपरिसप्पथलयरपंचिंदियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं जोयणसहस्सं ।
सम्मुच्छिम उरपरिसप्प थलयरपंचेंदियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेइभागं उक्कोसेणं जोयणपुहुत्तं ।