________________
[ ૩૧૮ |
શ્રી અયોગવાર સૂત્ર
ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
(૩) પ્રશ્ન- અપર્યાપ્ત સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે?
ઉત્તર–અપર્યાપ્ત સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
(૪) પ્રશ્ન- પર્યાપ્ત સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે?
ઉત્તર-પર્યાપ્ત સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના, જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
(૫) પ્રશ્ન- ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? | ઉત્તર- ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
() પ્રશ્ન- અપર્યાપ્ત જલચર તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે?
ઉત્તર- અપર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેંદ્રિયોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહના છે.
(૭) પ્રશ્ન- પર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી?
ઉત્તર- પર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. વિવેચન :
આ સૂત્રમાં પ્રથમ સામાન્યથી તિર્યંચ પંચેન્દ્રિય જીવોની અવગાહના બતાવી, તત્પશ્ચાત્ જલચર તિર્યંચોની અવગાહના બતાવી છે. તેમાં સાત-સાત અવગાહના સ્થાનો પ્રશ્ન અને ઉત્તર શૈલીથી દર્શાવ્યા છે. તે સાત અવગાહના સ્થાનમાં (૧) સામાન્ય જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૨) સામાન્યરૂપે સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૩) અપર્યાપ્ત સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૪) પર્યાપ્ત સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૫) સામાન્યરૂપે ગર્ભજ જલચર તિર્યંચ પંચેંદ્રિય, (૬) અપર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૭) પર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય. આ સાતે પ્રશ્નોત્તર સૂત્રપાઠથી જ સ્પષ્ટ છે. જલચરની ઉત્કૃષ્ટ હજાર યોજનની અવગાહના સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્યની અપેક્ષાએ જાણવી.
સ્થલચર જીવોના શરીરની અવગાહના :|१५ चउप्पयथलयराणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं,