________________
૩૧૬ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર |
अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं बारस जोयणाई; अपज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभाग; पज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं बारस जोयणाई। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન! બેઈદ્રિય જીવોની અવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! સામાન્યરૂપથી બેઈદ્રિય જીવોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજન છે. અપર્યાપ્ત બેઈદ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જાણવી. પર્યાપ્ત બેઈન્દ્રિયની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ બારયોજનની છે. (૧૨ યોજનની અવગાહના સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્પન્ન થયેલ શંખાદિની અપેક્ષાએ જાણવી.) |११ तेइंदियाणं पुच्छा गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं तिण्णि गाउयाइं; अपज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभाग; पज्जत्तयाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं तिण्णि गाउयाई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન! તેઈદ્રિય જીવોના શરીરની અવગાહના કેટલી છે?
ઉત્તર– હે ગૌતમ ! સામાન્યરૂપે તેઈદ્રિય જીવોના શરીરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. અપર્યાપ્ત તેઈદ્રિય જીવોના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પર્યાપ્તા તેઈદ્રિયની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. (ત્રણ ગાઉની ઉત્કૃષ્ટ અવગાહના અઢીદ્વીપની બહાર રહેલ 'કર્ણશૃંગાલી' વગેરે તેઈદ્રિય જીવોની અપેક્ષાએ જાણવી.) |१२ चउरिदियाणपुच्छा,गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं
चत्तारि गाउयाइं; अपज्जत्तयाणं जहण्णेणं उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभाग; पज्जत्तयाणं पुच्छा, जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं चत्तारि गाउयाई। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન! ચતુરિન્દ્રિય જીવોની શરીરવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! સામાન્ય–ઔધિકરૂપે ચતુરિન્દ્રિય જીવોના શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગાઉની છે. અપર્યાપ્તા ચતુરિન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. પર્યાપ્ત ચતુરિન્દ્રિય જીવોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગાઉ પ્રમાણ જાણવી (ઉત્કૃષ્ટ અવગાહના અઢીદ્વીપની બહારના ભ્રમર વગેરે ચતુરિન્દ્રિય જીવોની અપેક્ષાએ જાણવી.)