________________
[ ૩૧૦]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ક
એકવીસમું પ્રકરણ ઉત્સધાંગુલથી ચાર ગતિની અવગાહના
એક
નારકીની અવગાહના :| १ णेरइयाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णता?
गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- भवधारणिज्जा य, उत्तरवेउव्विया य ।
तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं पंच धणुसयाई ।
तत्थ णं जा सा उत्तरवेउव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं धणुसहस्सं ।
ભાવાર્થ :- પ્રશ્ન- મંતે ! નારકીની અવગાહના કેટલી બતાવી છે?
ઉત્તર- હે ગૌતમ! નારકીઓની અવગાહના બે પ્રકારે છે, તે આ પ્રમાણે છે– (૧) ભવધારણીય (૨) ઉત્તર વૈક્રિય. તેમાં ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની છે.
ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર ધનુષ્ય પ્રમાણની છે.
વિવેચન :
આ સૂત્રમાં સાત નરકના નારકીઓમાં ભેદ કર્યા વિના સામાન્ય રીતે નારકીના શરીરની અવગાહના-ઊંચાઈ દર્શાવી છે. નારકીઓને જન્મથી જે વૈક્રિય શરીર પ્રાપ્ત થાય છે તે ભવધારણીય કહેવાય છે અને જન્મ પછી જે શરીર દ્વારા નાના-મોટા વિવિધ રૂપો બનાવે તે ઉત્તર વૈક્રિય કહેવાય છે. બંને પ્રકારના શરીરની અવગાહના ભિન્ન-ભિન્ન હોવાથી, તે બંને પ્રકારની અવગાહના અહીં બતાવી છે નારકીમાં ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પ00 ધનુષ્યની છે. ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગની છે અને ઉત્કૃષ્ટ