________________
'પ્રકરણ ૨૦/ક્ષેત્ર પ્રમાણ - અત્રશુલ સ્વરૂપ
૩૦૯
યુગ, ધોંસરું, નાલિકા, યક્ષ અથવા મૂશલ થાય છે, (૬) ધનુષ્ય પ્રમાણથી બે હજાર ધનુષ્યનો એક ગાઉ, (૭) ચાર ગાઉનો એક યોજન છે. વિવેચન :
આ સૂત્રોદ્વારા સૂત્રકારે ઉત્સધાંગુલનું માપ બતાવ્યું છે. અનંતાનંત વ્યાવહારિક પરમાણુની એક ઉશ્લક્ષણ-શ્લેક્ષણિકા બને છે. ઉશ્લક્ષણ શ્લેક્ષણિકા વગેરેને આઠ-આઠ ગુણા કરતાં ઉત્સધાંગુલ પર્વતના માપ નિષ્પન્ન થાય છે.
| ઉગ્લક્ષણ-શ્લેક્ષણિકા અને ગ્લક્ષણ-શ્લેક્ષણિકા વ્યવહાર પરમાણુની અપેક્ષાએ સ્થૂલ છે છતાં સૂક્ષ્મ પરિણામ પરિણત સ્કન્ધની તે અવસ્થાઓ છે. સ્વતઃકે પરના નિમિત્તથી ઉપર-નીચે તિરછી ઉડતી રજને ઉર્ધ્વરેણ, હવા વગેરેના નિમિત્તથી ઉડતી ધૂળને ત્રસરેણુ અને રથ ચાલે ત્યારે પૈડાના વજનથી ઉખડીને ઉડતી ધૂળને રથરેણુ કહેવામાં આવે છે. શેષ જૂ, લીખ-જવ મધ્ય પ્રચલિત શબ્દો છે. આ સૂત્રમાં ચાર ગાઉનું એક યોજન કર્યું છે. ગાઉને કોશ અને ગભૂત પણ કહે છે. ગભૂતનો શબ્દાર્થ છે ગાયનું ભાંભરવું. ગાયના ભાંભરવાનો અવાજ જ્યાં સુધી સંભળાય તેટલા ક્ષેત્રને ગભૂત કહે છે. સામાન્યતઃ ગાયનું ભાંભરવું એક ફળંગ સુધી સંભળાય છે. માટે શાસ્ત્રોક્ત આ ગાઉ અને ગલૂતિના શબ્દાર્થનો સમન્વય થઈ શકે તેમ નથી. ઉત્સધાંગુલનું પ્રયોજન - १६ एएणं उस्सेहगुलेणं किं पओयणं? एएणं उस्सेहंगुलेणं णेरइयतिरिक्ख जोणिय मणूस देवाणं सरीरोगाहणामाविजंति । ભાવાર્થ :- પ્રશ્ન– આ ઉત્સધાંગુલનું શું પ્રયોજન છે?
ઉત્તર- ઉત્સધાંગુલથી નારકો, તિર્યંચો, મનુષ્યો અને દેવોના શરીરની અવગાહના માપવામાં આવે છે. વિવેચન :
મુક્ત જીવોની અવગાહના નિયત જ છે. અંતિમ શરીરની અવગાહનાથી ત્રિભાગ ન્યૂન અવગાહના સાદિ અપર્યવસિત કાલપર્યત રહે છે પરંતુ સંસારી જીવ દરેક ભવમાં કર્માનુસાર અવગાહના પ્રાપ્ત કરે છે. તે અવગાહના ભવપર્યત રહે છે. સંસારી જીવની તે અવગાહના અનિયત હોય છે. તેથી કઈ ગતિમાં જીવ કેટલી અવગાહના પામે છે તે ઉત્સધાંગુલથી માપવામાં આવે છે.
' | પ્રકરણ-ર૦ સંપૂર્ણ ||