________________
પ્રકરણ ૨૦/ક્ષેત્ર પ્રમાણ - અત્રગલ સ્વરૂપ
૩૦૩ |
સોયની જેમ આ શ્રેણિ એક અંગુલ લાંબી હોય છે. આકાશપ્રદેશો એક પછી એક એમ લાઈનમાં ગોઠવાયેલ હોય છે. એક–એક પ્રદેશ જેટલી તે પહોળી હોય છે પરંતુ અન્ય આકાશપ્રદેશો બાજુમાં ગોઠવાય અને જે પહોળાઈ બને તેવી પહોળાઈ આ સૂટ્યગુલમાં હોતી નથી અર્થાતુ જેમાં માત્ર લંબાઈ છે પહોળાઈ હોતી નથી તેવી, પોતાના અંગુલ પ્રમાણ લાંબી, આકાશપ્રદેશની શ્રેણિને સૂટ્યગુલ કહેવામાં આવે છે. તેમાં અસંખ્યાત આકાશપ્રદેશ સમાયેલા હોય છે પરંતુ અસત્કલ્પનાથી તેમાં ત્રણ પ્રદેશ છે તેમ માની એ તો તે ત્રણ પ્રદેશ સૂટ્યગુલ કહેવાશે. તો (૧૦૦) આ રીતે તેની સ્થાપના થશે. (૨) પ્રતરાંગુલ – પ્રતર એટલે વર્ગ. કોઈપણ રાશિ સંખ્યાને પરસ્પર ગુણવામાં આવે અને જે સંખ્યા પ્રાપ્ત થાય તે પ્રતર કહેવાય છે. પ્રતર એટલે પડ. પડની જેમ તેમાં લંબાઈ અને પહોળાઈ બને હોય છે. તેમાં એક પ્રદેશની જાડાઈ હોય છે પણ અન્ય આકાશ પ્રદેશો દ્વારા જે જાડાઈ થાય તેવી જાડાઈ તેમાં હોતી નથી. તેથી એમ કહી શકાય કે એક અંગુલ લાંબી અને એક અંગુલ પહોળી આકાશ પ્રદેશોની શ્રેણિ પ્રતરાંગુલ કહેવાય છે. પ્રતરાંગુલમાં અસંખ્યાત આકાશપ્રદેશ હોય છે પરંતુ અસત્કલ્પના અનુસાર પૂર્વે જે સૂઢંગુલમાં ત્રણ આકાશપ્રદેશ ગ્રહણ કર્યા છે, તેને ત્રણથી ગુણતા પ્રાપ્ત (૩૪૩ = ૯) નવ આકાશપ્રદેશને પ્રતરાંગુલ કહેવાશે. :::
(૩) ઘનાંગલ :- ગણિતશાસ્ત્રના નિયમાનુસાર એક સંખ્યાને ત્રણવાર સ્થાપી પરસ્પર ગુણવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તે ઘન કહેવાય છે અર્થાત્ જેમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ, આ ત્રણે હોય તે ઘન કહેવાય છે. સૂત્રમાં કહ્યું છે કે પ્રતરાંગુલને સૂટ્યગુલથી ગુણતા ઘનાંગુલ નિષ્પન્ન થાય છે. આ ઘનાંગુલ એક અંગુલ લાંબી, એક અંગુલ પહોળી અને એક અંગુલ જાડી આકાશપ્રદેશની શ્રેણિરૂપ છે. તેમાં અસંખ્યાત આકાશપ્રદેશ હોય છે પણ અસત્કલ્પનાનુસાર ૩ પ્રદેશાત્મક સૂટ્યગુલ ૮ ૯ પ્રદેશાત્મક પ્રતરાંગુલ = ૨૭ પ્રદેશાત્મક ઘનાંગુલ જાણવું.
સૂટ્યગુલ દ્વારા વસ્તુની લંબાઈ, પ્રતરાંગુલ દ્વારા વસ્તુની લંબાઈ અને પહોળાઈ, ઘનાંગુલ દ્વારા વસ્તુની લંબાઈ, પહોળાઈ તથા જાડાઈ માપી શકાય છે. અંગુલનું અલ્પબદુત્વ :| ९ एएसि णं भंते ! सूईअंगुल पयरंगुल घणंगुलाण य कयरे कयरेहितो अप्पे वा बहुए वा तुल्ले वा विसेसाहिए वा?
सव्वत्थोवे सूइअंगुले, पयरंगुले असंखेज्जगुणे, घणंगुले असंखेज्जगुणे । से तं आयंगुले ।