________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! આ સૂયંગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલમાંથી કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ?
३०४
ઉત્તર– સર્વથી અલ્પ સૂયંગુલ છે. તેથી પ્રતરાંગુલ અસંખ્યાતગુણા અધિક છે અને તેથી ઘનાંગુલ અસંખ્યાતગુણ અધિક છે. આ રીતે આત્માંગુલની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
સૂયંગુલ વગેરે ત્રણે અંગુલનો અલ્પ બહુત્વ સ્પષ્ટ છે. સૂયંગુલમાં માત્ર લંબાઈ હોવાથી અન્ય બે અંગુલની અપેક્ષાથી તે અલ્પ છે. પ્રતરાંગુલમાં લંબાઈ અને પહોળાઈ બન્ને હોવાથી તે સૂયંગુલ કરતાં અસંખ્યાત ગુણ અધિક છે અને ઘનાંગુલમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ત્રણે હોવાથી તે પ્રતરાંગુલ કરતાં અસંખ્યાતગુણ અધિક છે. અહીં અધિકતા પ્રદેશોની અપેક્ષા છે.
ઉત્સેધાંગુલ =
१० सेकं तं उस्सेहंगुले ? उस्सेहंगुले अणेगविहे पण्णत्ते, तं जहापरमाणू तसरेणू रहरेणू, अग्गयं च वालस्स ।
लिक्खा जूया य जवो, अट्ठगुणविवड्ढिया कमसो ॥९९॥
ભાવાર્થ :- પ્રશ્ન- ઉત્સેધાંગુલનું સ્વરૂપ કેવું છે ?
ઉત્ત૨– ઉત્સેધાંગુલ અનેક પ્રકારે કહ્યા છે તે આ પ્રમાણે છે– પરમાણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાગ્ર, લીંખ, જૂ, જવ. આ પ્રત્યેકને ક્રમશઃ આઠ–આઠની વૃદ્ધિ કરતાં ઉત્સેધાંગુલ પ્રાપ્ત થાય છે અર્થાત્ આઠ ત્રસરેણુની એક રથરેણુ, આઠ રથરેણુનો એક વાલાગ્ર, આઠ વાલાગ્રની એક લીંખ, આઠ લીંખની એક જૂ, આઠ જૂ નો એક જવ અને આઠ જવ બરાબર એક ઉત્સેધાંગુલ બને છે.[સ્વયં સૂત્રકાર તેનું વર્ણન આગળ કરે છે.]
વિવેચન :
આ સૂત્ર ઉત્સેધાંગુલના સ્વરૂપ વર્ણનની પૂર્વભૂમિકારૂપ છે. ઉત્સેધ એટલે વધવું. જે અનંત સૂક્ષ્મ પરમાણુ, ત્રસરેણુ વગેરે ક્રમથી વધે છે, તે ઉત્સેધાંગુલ કહેવાય છે અથવા ચારેગતિના જીવોના શરીરની અવગાહના ઊંચાઈ જે અંગુલથી માપવામાં આવે તે ઉત્સેધાંગુલ કહેવાય છે. સૂત્રમાં ઉત્સેધાંગુલના અનેક પ્રકાર બતાવ્યા છે. તે ઉત્સેઘાંગુલનું માપ બતાવતા એકમોની અપેક્ષાએ સમજવું. ઉત્સેધાંગુલ પોતે તો એક જ છે. પરમાણુ, ત્રસરેણુ વગેરે સ્વયં ઉત્સેધાંગુલ નથી. ઉત્સેધાંગુલનું પ્રમાણ બતાવવા ઉપયોગી સાધન છે. પરમાણુ વર્ણન :
११ से किं तं परमाणू ? परमाणू दुविहे पण्णत्ते, तं जहा- सुहुमे य,