________________
[ ૩૦૨ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વાસં = વનખંડ–અનેક જાતિના ઉત્તમવૃક્ષ હોય તે, વછરા = વનરાજિ, એક કે અનેક જાતિના વૃક્ષોની શ્રેણીઓ હોય તે, પરિહા = પરિખા–નીચે સાંકડી ઉપર વિસ્તીર્ણ ખાઈ, વરિય= ચરિકા-ખાઈ અને કિલ્લા વચ્ચેનો, બંનેને જોડતો આઠ હાથ પહોળો રસ્તો, સરળ = ઘાસની ઝુંપડી, ખ = પર્વતમાં બનાવેલું નિવાસસ્થાન, ગુરુ = યુગ્ય-પાલખી, િિા = હાથી પર રાખવાનો હોદો, fથ િયાન વિશેષ, સીય= શિબિકા, સમાપિય= ચંદમાનિકા–પુરુષપ્રમાણ લાંબુ યાન, સોહી = લોઢાની નાની કડાઈ તો ડાહ = લોઢાની મોટી કડાઈ, અ તિરું = આજકાલના અર્થાતુ વર્તમાન કાળના, નોથળા = યોજન વગેરે, નવિનંતિ માપવામાં આવે છે. ભાવાર્થ - પ્રશ્ન- આત્માગુલ પ્રમાણનું શું પ્રયોજન છે?
ઉત્તર- આત્માગુલ પ્રમાણથી કૂવા, જળાશય, નદી, તળાવ, વાપી, પુષ્કરિણી, દીધિંકા, ગુંજાલિકા, સર, સરપંક્તિ, સરસરપંક્તિ, બિલપંક્તિ, આરામ, બગીચા, ઉદ્યાન, કાનન, વન, વનખંડ, વનરાજિ, દેવકુળ, સભા, પ્રપા, સૂપ, ખાઈ, પરિખા, પ્રાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપુર, તોરણ, પ્રાસાદ, ઘર, સરણ-ઝૂંપડી લયન (લેણ) આપણ–દુકાન, શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ, પથ, શકટ, રથ, યાન, પાલખી, ગિલ્લિ, થિલ્લિ, શિબિકા, ચંદમાનિકા, કડાઈ, મોટી કડાઈ, કડછી, આસન, શય્યા, ખંભ, ભાંડ, માટીના વાસણ વસ્તુઓ અને વર્તમાન કાળના યોજન વગેરેનું માપ કરવામાં આવે છે. તાત્પર્ય એ છે કે વર્તમાન કાળની જરૂરિયાતની તથા મનુષ્ય દ્વારા બનાવવામાં આવતી સમસ્ત વસ્તુઓની લંબાઈ–પહોળાઈ—ઊંડાઈ આત્માંગુલથી માપવામાં આવે છે. આત્માગુલના ભેદ :
८ से समासओ तिविहे पण्णत्ते, तं जहा- सूइअंगुले, पयरंगुले, घणंगुले । अंगुलायता एगपदेसिया सेढी सूइअंगुले, सूयी सूयीए गुणिया पयरगुले, पयर सूईए गुणितं घणगुले । ભાવાર્થ :- આત્માગુલ સામાન્યથી ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સૂચિ અંગુલ (૨) પ્રતરાંગુલ (૩) ઘનાંગુલ.
(૧) એક અંગુલ લાંબી અને એકપ્રદેશ પહોળી આકાશપ્રદેશની શ્રેણિને સૂટ્યગુલ કહે છે. (૨) સૂટ્યગુલને સૂટ્યગુલથી ગુણતા પ્રતરાંગુલ બને છે. (૩) પ્રતરાંગુલને સૂટ્યગુલથી ગુણતા ઘનાંગુલ બને છે. વિવેચન :
આ સૂત્રમાં આત્માગુલના ત્રણ ભેદ સૂટ્યગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલનું વર્ણન સૂત્રકારે કર્યું છે. સૂત્રગત શ્રેણિ શબ્દથી પ્રસંગાનુસાર આકાશ પ્રદેશની શ્રેણિ ગ્રહણ કરવી આવશ્યક છે કારણ કે અહીં ક્ષેત્રનું વર્ણન છે. ક્ષેત્રથી આકાશ ગ્રહણ કરવામાં આવે છે. (૧) સૂટ્યગુલ :- એક અંગુલ લાંબી આકાશપ્રદેશની શ્રેણિને સૂટ્યગુલ કહે છે. સૂચિ એટલે સોય.