________________
[ ૩૦૦]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વાળા પુરુષ પ્રમાણયુક્ત મનાય છે. દ્રોણિક પુરુષ(એક દ્રોણ પાણીના માપવાળા પુરુષો માનયુક્ત હોય છે અને અર્ધભાર પ્રમાણ તોલવાળા પુરુષ ઉન્માનયુક્ત કહેવાય છે.
જે પુરુષ માન-ઉન્માન અને પ્રમાણથી સંપન્ન હોય તથા શારીરિક શુભ લક્ષણો, તલમસાદિ વ્યંજનો અને ઉદારતા વગેરે ગુણોથી યુક્ત હોય, ઉત્તમકુળોમાં જન્મેલ હોય તે પુરુષો ઉત્તમ પુરુષો કહેવાય છે.
આ ઉત્તમ પુરુષો પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ પ્રમાણ ઊંચા હોય છે અને મધ્યમપુરુષ ૧૦૪ અંગુલ ઊંચા હોય છે. અધમપુરુષ ૯૬ અંગુલ ઊંચા હોય છે.
ધીરતા, ગંભીરતા, પ્રશંસનીય સ્વર, સત્ત્વ–આત્મિક, માનસિક શક્તિ, સાર–શારીરિક ક્ષમતા આ સર્વગુણોથી પરિહીન ઉત્તમ કે અધમ પુરુષ પરતંત્રપણે ધીર ગંભીર આદિ ગુણસંપન્ન ઉત્તમ પુરુષોના દાસ હોય છે. | ६ एएणं अंगुलपमाणेणं छ अंगुलाई पादो, दो पाया विहत्थी, दो विहत्थीओ રયળ, રો રળી શુછી, તો લુચ્છીઓ વ૬, ધ, ગુને, નલિયા, અg, मुसले, दो धणुसहस्साई गाउयं, चत्तारि गाउयाइं जोयणं । ભાવાર્થ :- ઉપરોક્ત અંગુલ પ્રમાણ અનુસાર (૧) આત્માંગુલથી છ અંગુલનો પાદ, (૨) બે પાકની વંત, (૩) બે વેંતની રત્નિ (હાથ), (૪) બે પત્નિની કુક્ષિ, (૫) બે કુલિનો દંડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ અને મૂસલ થાય છે, () બે હજાર ધનુષ્યનો એક ગાઉ–કોશ (૭) ચાર ગાઉનો એક યોજન થાય છે.
વિવેચન :
આ બે સૂત્ર દ્વારા સૂત્રકારે આત્માગુલનું સ્વરૂપ દર્શાવ્યું છે. 'આત્મા' શબ્દ સ્વનો સૂચક છે. દરેક વ્યક્તિના પોત પોતાના અંગુલ તે આત્માગુલ કહેવાય છે. આ આત્માગુલનું માપ-પ્રમાણ એક સરખું રહેતું નથી. ઉત્સપિર્ટી અને અવસર્પિણી કાળમાં મનુષ્યોના શરીરની ઊંચાઈમાં વધ ઘટ થાય છે. જે કાળ માં જે મનુષ્યો હોય તેના અંગુલ પ્રમાણને આત્માગુલ કહેવામાં આવે છે.
પ્રમાણપુરુષ – બાર આત્મ અંગુલ = એક મુખ થાય છે. તેવા નવ મુખ અર્થાત્ ૧૦૮ અંગુલ ઊંચાઈ વાળા પુરુષ પ્રમાણ પુરુષ કહેવાય છે. કોણિકપુરુષ- દ્રોણ પ્રમાણ ન્યૂન પાણી હોય તેવી પાણીની કુંડીમાં કોઈ પુરુષ પ્રવેશે અને કુંડી છલોછલ થઈ જાય તો તે પુરુષ માનયુક્ત કહેવાય છે. તેવા પુરુષને દ્રોણિક પુરુષ કહેવાય છે. ઉન્માનપુરુષ - કોઈ પુરુષને ત્રાજવાથી તોળવામાં આવે અને જો તે અર્ધભાર પ્રમાણ વજનવાળા હોય તો તે પુરુષ ઉન્માન પ્રમાણયુક્ત કહેવાય છે. આ ત્રણે પ્રકારના માપથી જે યુક્ત હોય તે પ્રમાણપુરુષ