________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આકાશના બે ભેદ છે લોકાકાશ અને અલોકાકાશ, ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય જેટલા આકાશને અવગાહીને રહ્યા છે, તેટલા આકાશને લોકાકાશ અને તે સિવાયના આકાશને અલોકાકાશ કહેવામાં આવે છે. અલોકાકાશમાં આકાશાસ્તિકાય દ્રવ્યનો તો સદ્ભાવ છે પરંતુ લોક–અલોકના નિયામક ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યનો અભાવ છે.
૨૦૦
આ લોકાકાશરૂપ ક્ષેત્રના અસંખ્યાત પ્રદેશ છે. આ પ્રદેશો તેના સ્વરૂપથી જણાય છે. જે જણાય, જેનું માન કરાય તે પ્રમાણ. આ વ્યુત્પત્તિ અનુસાર તે પ્રમાણ છે. અલોકાકાશના અનંતપ્રદેશ છે પરંતુ જીવ–પુદ્ગલ વગેરે લોકાકાશના અસંખ્યાત પ્રદેશના આધારે રહે છે, માટે અહીં અસંખ્યાત પ્રદેશાવગાઢ પર્યંતના પ્રદેશો ગ્રહણ કર્યા છે. અવગાઢ એટલે અવગાહીને રહેવું. પુદ્ગલ-પરમાણુના આધારે પ્રદેશ નક્કી થાય છે. એક પરમાણુ જેટલા ક્ષેત્રને અવગાઢ કરે તેટલા ક્ષેત્રને પ્રદેશ કહેવામાં આવે છે. એક આકાશ પ્રદેશ ઉપર એક પરમાણુથી લઈ અનંતપ્રદેશી સ્કંધ પણ રહી શકે છે. એક આકાશપ્રદેશમાં જે પુદ્ગલ દ્રવ્ય રહે તેને એક પ્રદેશાવગાઢ કહેવાય. બે આકાશપ્રદેશરૂપ ક્ષેત્રમાં જે પુદ્ગલ રહે તે દ્વિપ્રદેશાવગાઢ કહેવાય. તે જ રીતે ત્રણ, ચાર વગેરે અસંખ્યાત પ્રદેશાવગાઢ ક્ષેત્ર જાણવું. પુદ્ગલ સિવાય બીજા દ્રવ્યોની ક્ષેત્ર અવગાઢતા આ પ્રમાણે છે–
(૧) ધર્માસ્તિકાય—અસંખ્યાત પ્રદેશાવગાઢ, (૨) અધર્માસ્તિકાય–અસંખ્યાત પ્રદેશાવગાઢ, (૩) આકાશાસ્તિકાય–સ્વપ્રતિષ્ઠિત છે અને અન્ય દ્રવ્યને સ્થાન આપે છે. તેના આધારરૂપ અન્ય ક્ષેત્ર નથી, (૪) જીવાસ્તિકાય–પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશાવગાઢ, (૫) કાળ દ્રવ્ય–અપ્રદેશી છે(એક પ્રદેશ માત્ર છે) પ્રદેશના સમુદાય રૂપ નથી.
વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ :
३ से किं तं विभागणिप्फण्णे ? विभागणिप्फण्णे
अंगुल विहत्थि रयणी, कुच्छी धणु गाउयं च बोद्धव्वं । जोयणसेढी पयरं, लोगमलोगे वि य तहेव ॥ ९५ ॥
ભાવાર્થ :- પ્રશ્ન– વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– (૧) અંગુલ (૨) વેંત (૩) રત્તિ (૪) કુક્ષિ (૫) ધનુષ્ય (૬) ગાઉ–ગભૂતિ (૭) યોજન (૮) શ્રેણિ (૯) પ્રતર (૧૦) લોક (૧૧) અલોક. આ વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ છે.
વિવેચન :
આકાશરૂપ ક્ષેત્ર સ્વગત પ્રદેશોની અપેક્ષાએ પ્રદેશનિષ્પન્ન છે. તેનું વર્ણન પ્રદેશ નિષ્પન્નમાં કર્યું છે. વિભાગ નિષ્પન્નમાં તેનું કથન તથા માપ અંગુલ વગેરે વિભાગ દ્વારા કરવામાં આવે છે, તેને વિભાગનિષ્પન્ન