________________
'કરણ ૨૦/ક્ષેત્ર પ્રમાણ - અત્રગલ સ્વરૂ૫
|
૨૯૭ |
વીસમું પ્રકરણ ક્ષેત્રપ્રમાણ - ત્રણઅંગુલા સ્વરૂપ
ક્ષેત્રપ્રમાણ નિરૂપણ :| १ से किं तं खेत्तप्पमाणे ? खेत्तप्पमाणे दुविहे पण्णत्ते, तं जहा- पए सणिप्फण्णे य, विभागणिप्फण्णे य । ભાવાર્થ :- પ્રશ્ન ક્ષેત્ર પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ક્ષેત્ર પ્રમાણ બે પ્રકારે પ્રરૂપ્યું છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રદેશ નિષ્પન્ન (૨) વિભાગ નિષ્પન્ન. પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ :| २ से किं तं पएसणिप्फण्णे ? पएसणिप्फण्णे-एगपएसोगाढे दुपएसोगाढे जाव संखेज्जपएसोगाढे असंखिज्जपएसोगाढे । से तं पएसणिप्फण्णे । ભાવાર્થ :- પ્રશ્ન- પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- એક પ્રદેશાવગાઢ, બે પ્રદેશાવગાઢથી લઈ સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશાવગાઢ ક્ષેત્રરૂપ પ્રમાણને પ્રદેશ નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ કહે છે.
વિવેચન :
દ્રવ્યપ્રમાણના વર્ણનમાં પ્રદેશનિષ્પન્નમાં પુદ્ગલાસ્તિકાયના પરમાણુ આદિનું કથન છે અને ક્ષેત્ર પ્રમાણમાં એક પ્રદેશાવગાઢ આદિનું કથન છે. પુગલ દ્રવ્યમાં જેમ એક, બે, ત્રણ વગેરે નિર્વિભાગ અંશો પ્રદેશોથી નિષ્પન્ન છે તેમ ક્ષેત્રમાં પણ એક, બે, ત્રણાદિ નિર્વિભાગાત્મક અંશો-પ્રદેશોથી નિષ્પન્ન છે. પ્રદેશોથી નિષ્પન્નતા તે જ પ્રત્યેક દ્રવ્યનું નિજ સ્વરૂપ છે. આ પ્રદેશથી નિષ્પન્ન થનાર પ્રમાણને પ્રદેશ નિષ્પન્ન પ્રમાણ કહે છે. અહીં ક્ષેત્ર શબ્દ 'આકાશ' અર્થમાં પ્રયુક્ત થયો છે. આકાશાસ્તિકાય દ્રવ્ય બધાજ દ્રવ્યોને અવગાહન–સ્થાન આપે છે માટે ક્ષેત્રથી આકાશનું ગ્રહણ કરવામાં આવે છે.