________________
પ્રકરણ ૧૯દ્રવ્ય પ્રમાણ છે.
[ ૨૯૩ ]
__एतेणं ओमाणप्पमाणेणं खाय-चिय-करगचित-कड-पड-भित्ति-परिक्खेवसंसियाणं दव्वाणं ओमाणप्पमाणणिव्वित्तिलक्खणं भवइ । से तं ओमाणे । શબ્દાર્થ -ન્હાય = ખાઈ, કૂવા વગેરે, વિય = ઈટ-પથ્થર વગેરેથી નિર્મિત પ્રાસાદ પીઠ, ચબૂતરો વગેરે, રવિત = ક્રકચિત-કરવતથી વિદારિત કાષ્ઠખંડ(લાકડાના ટૂકડા), = કટ–ચટાઈ પડ= વસ્ત્ર, મિત્તિ = દિવાલ, રિવરવ = દિવાલની પરિધિ, ઘેરાવો અથવા નગરની પરિખા વગેરેમાં, સિવાનું રત્ન = જોડાયેલ દ્રવ્યોની લંબાઈ–પહોળાઈ, ઊંડાઈના પ્રમાણનું જ્ઞાન થાય છે.
ભાવાર્થ :- પ્રશ્ન- આ અવમાન પ્રમાણનું પ્રયોજન શું છે?
ઉત્તર- આ અવમાન પ્રમાણથી ખાઈ, પ્રાસાદ પીઠ, કક્રચિત-કાષ્ઠખંડ, ચટાઈ, વસ્ત્ર, દિવાલ, દિવાલની પરિધિ વગેરે સંબંધિત દ્રવ્યોની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈનું જ્ઞાન થાય છે. આ અવમાન પ્રમાણનું સ્વરૂપ છે.
વિવેચન :
જીવન નિર્વાહ માટે મનુષ્યને ધાન્ય, પાણી, સ્વાથ્ય રક્ષા માટે ઔષધાદિની જરૂર રહે છે. તેનું માપ કરવા માટે ધાન્ય માન પ્રમાણ, રસમાન પ્રમાણ, ઉન્માન પ્રમાણનો ઉપયોગ થાય છે. પોતાની સુરક્ષા માટે મનુષ્ય મકાન વગેરેનું તથા નગરની રક્ષા માટે ખાઈ વગેરેનું નિર્માણ કરે છે. તેની લંબાઈ, પહોળાઈ વગેરેના પરિજ્ઞાન માટે અવમાન પ્રમાણનો ઉપયોગ કરવામાં આવે છે.
સૂત્ર કથિત દંડ, ધનુષ્ય, મૂસલ આ બધા સાધનો ચાર હાથ લાંબા હોય છે. ગૃહભૂમિ વગેરે માપવામાં હાથ કામમાં લેવાતા હતા. જેમકે આ ઘર આટલા હાથ લાંબુ-પહોળું છે. વર્તમાનમાં ફૂટ દ્વારા ઘરને માપવામાં આવે છે.] ક્ષેત્ર–ખેતર વગેરે ચાર હાથ લાંબા વાંસના દંડ દ્વારા માપવામાં આવતા હતાં. વર્તમાનમાં વિઘા કે એકરથી ખેતરનું માપ કરાય છે. રસ્તાને માપવામાં ધનુષ્ય પ્રમાણભૂત ગણાતું હતું. વર્તમાનમાં કિલોમીટરથી રસ્તા મપાય છે. ખાઈ, કૂવાની ઊંડાઈ ચાર હાથ લાંબી નાલિકાલાઠીથી માપવામાં આવતી હતી. વર્તમાનમાં કૂવા વગેરે ફૂટથી મપાય છે. ઘર, ખેતર, રસ્તા વગેરે માપવામાં જુદી જુદી વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે. તેથી એક સરખા માપવાળા હોવા છતાં દંડ વગેરેના નામ અલગ આપ્યા છે. અવમાન પ્રમાણથી મનુષ્ય નિર્મિત ઘર વગેરે માપવામાં આવે છે. શાશ્વતી વસ્તુ માપવમાં આ અવમાન પ્રમાણ ઉપયોગમાં લેવાતું નથી.
ગણિમ પ્રમાણ :१४ से किं तं गणिमे ? गणिमे- जण्णं गणिज्जइ, तं जहा- एक्को, दसगं, सयं, सहस्सं, दससहस्साई, सयसहस्सं, दससयसहस्साई, कोडी ।