________________
૨૯૨
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
તોળવામાં આવે છે. તે માપ, કિલો અને ક્વિંટલના રૂપમાં પ્રચલિત છે.
તુજા :- તુલાના સંબંધમાં બે મત છે– (૧) એકસો પાંચ પલની તુલા હોય છે. (૨) પાંચસો પલની એક તુલા હોય છે. આ બે મતના કારણે મૂળપાઠમાં બંને શબ્દો આપેલ છે. પંઘુત્તર પલસા અને પંચ પલક્ષડ્યા । ખરેખર આ બે મત છે કે લિપિદોષથી મૂળપાઠમાં બે શબ્દ થઈ ગયા છે તે સંશોધનનો વિષય છે. કેટલીક પ્રતોમાં કેવળ પન્નુત્તર પલસા એક જ પાઠ છે, કોઈમાં પંચ પણસડ્યા પાઠ છે અને કોઈમાં બંને પાઠ છે. ટીકાકારે આ સૂત્રની વ્યાખ્યા સંક્ષિપ્તમાં કરીને, માગધ દેશ પ્રસિદ્ધ માપ છે એમ કહ્યું છે, ત્યાં આ બે શબ્દોની વ્યાખ્યા કરી નથી. તેથી ઉપલબ્ધ બે પાઠમાંથી સત્યનો નિર્ણય કરવો શક્ય ન થતાં બંને પાઠ સ્વીકારેલ છે.
અવમાન પ્રમાણ :
१२ से किं तं ओमाणे ?
ओमाणे जण्णं ओमिणिज्जइ, तं जहा - हत्थेण वा दंडेण वा धणुएण वा जुगेण वा णालियाए वा अक्खेण वा मुसलेण वा ।
दंडं धणू जुगं णालिया य, अक्ख मुसलं च चउहत्थं । दसणालियं च रज्जुं, वियाण ओमाणसण्णाए ॥९३॥
वत्थुम्मि हत्थमिज्जं, खित्ते दंडं धणुं च पंथम्म । खायं च णालियाए, वियाण ओमाणसण्णाए ॥९४॥
=
શબ્દાર્થ :-ડ્રોમાળે = અવમાન, નખ્ખું = જેના દ્વારા, ઓભિળિજ્ગદ્ = અવમાન કરાય તે, વિયાળ-જાણ, ઓમાળસાપ્ = (આ બધાની) અવમાન સંજ્ઞા છે.
ભાવાર્થ :- પ્રશ્ન– આ અવમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જેના દ્વારા અવમાન–માપ કરાય તે અથવા જેનું અવમાન–માપ કરાય તે અવમાન પ્રમાણ કહેવાય છે. તે આ પ્રમાણે છે હાથથી, દંડથી, ધનુષ્યથી, યુગથી, નાલિકાથી, અક્ષથી અથવા મૂસલથી માપવામાં આવે છે.
દંડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ અને મૂસલ ચાર હાથ પ્રમાણ હોય છે. દસ નાલિકાની એક રજૂ હોય છે. આ બધા માપ અવમાન કહેવાય છે. વસ્તુ–ગૃહભૂમિને હાથથી, ક્ષેત્રને દંડથી, માર્ગ– રસ્તાને ધનુષ્યથી અને ખાઈ—કૂવા વગેરેને નાલિકાથી માપવામાં આવે છે. આ બધા અવમાન પ્રમાણ રૂપે ઓળ ખાય છે.
१३ एतेणं ओमाणप्पमाणेणं किं पओयणं ?