________________
પ્રકરણ ૧૯/દ્રવ્ય પ્રમાણ
૨૦૧
तुलाओ अद्धभारो, वीसं तुलाओ भारो ।
શબ્દાર્થ :-ગળ = જેનું–જે, મિળિજ્ઞફ = ઉન્માન કરાય તે, મ્માળ = ઉન્માન, અરિસો - અર્ધકર્ષ, રિયો- કર્ષ, તો અરિસા રિો = બે અર્ધકર્ષનો એક કર્ષ, રો રિસા અપલ = બે કર્ષનો અર્ધપલ, વો અન પણારૂં પણં = બે અર્ધપલનો એક પલ, પિંપુત્તરપલસા]પંચપત સડ્યા તુલ્તા = એક સો પાંચ કે પાંચસો પલની એક તુલા, વસ તુજાઓ અદ્ઘમારો = દસ તુલાનો અર્ધભાર અને, વીસ તુલાઓ મારો = વીસ તુલાનો એક ભાર થાય છે.
ભાવાર્થ:- પ્રશ્ન- ઉન્માન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જેનું ઉન્માન કરાય અથવા જેના દ્વારા ઉન્માન કરાય અર્થાત્ જે વસ્તુ ત્રાજવાથી તોળવામાં આવે તેને ઉન્માન પ્રમાણ કહે છે. તે માપ આ પ્રમાણે છે. અર્ધકર્ષ, કર્ષ, અર્ધપલ, પલ, અર્ધતુલા, તુલા, અર્ધભાર અને ભાર.
બે અર્ધકર્ષનો એક કર્ષ, બે કર્ષનો એક અર્ધપલ, બે અર્ધ પલનો એક પલ, (એક સો પાંચ અથવા) પાંચસો પલની તુલા, દસ તુલાનો એક અર્ધભાર અને વીસ તુલા(બે અર્ધભાર)નો એક ભાર થાય છે. ११ एएणं उम्माणपमाणेणं किं पयोयणं ?
તેણં સમ્માળપમાળેળ પત્ત-અણુ-તર-ચોયય-હુમ-લડ-શુલमच्छंडियादीणं दव्वाणं उम्माणपमाणणिव्वित्तिलक्खणं भवइ । से तं उम्माणપમાળે ।
શબ્દાર્થ :- પત્ત = પત્ર, ત્રાણુ = અગર, તર = તગર, પોય = ચોયક–ઔષધિ વિશેષ, જુંધુમ = કંકુ, લેંડ = ખાંડ, નુl = ગોળ, મચ્છડિયા = મિશ્રી, સાકર.
ભાવાર્થ :- પ્રશ્ન- આ ઉન્માન પ્રમાણનું શું પ્રયોજન છે.
ઉત્તર– આ ઉન્માન પ્રમાણથી પત્ર, અગર, તગર, ચોયક(ઔષધિ વિશેષ), કુંકુમ, ખાંડ, ગોળ સાકર વગેરે દ્રવ્યોના પરિમાણનું જ્ઞાન થાય છે.
વિવેચન :
જે વસ્તુનું પ્રમાણ ત્રાજવાથી તોળીને નિશ્ચિત કરવામાં આવે તે ઉન્માન કહેવાય છે. તોળવાનું નાનામાં નાનુ માપ અર્ધકર્ષ છે. ૩ન્મીયતે અનેન જેના દ્વારા તોળાય તે ઉન્માન. આ કરણ મૂલક વ્યુત્પત્તિ અનુસાર ત્રાજવાના માપ–અર્ધકર્ષ વગેરે ઉન્માન કહેવાય છે. ઉન્માન પ્રમાણ દ્વારા સાકર–ગોળ વગેરેનું પ્રમાણ નક્કી કરાય છે. વર્તમાન સમયમાં ધાન્યને પ્રસ્થ વગેરે પાત્ર વિશેષથી માપવાના બદલે ત્રાજવાથી