________________
૨૯૪ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- ગણિમ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– જે ગણાય અથવા જેના દ્વારા ગણના કરાય તે ગણિમ પ્રમાણ કહેવાય છે. તે આ પ્રમાણે છે. એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ વગેરે. १५ एतेणं गणिमप्पमाणेणं किं पओयणं?
एतेणं गणिमप्पमाणेणं भितग-भिति-भत्त-वेयण-आय-व्वयसंसियाणं दव्वाणं गणिमप्पमाणणिव्वित्तिलक्खणं भवइ । से तं गणिमे । શબ્દાર્થ –fમતનોકર, કર્મચારીની, ઉમર = વૃત્તિ, આજીવિકા, મત્ત = ભોજન, વૈયા = વેતન, ગાય વય સંસિયાઈ = આય વ્યયથી સંબંધિત. ભાવાર્થ :- પ્રશ્ન- ગણિમ પ્રમાણનું શું પ્રયોજન છે?
ઉત્તર- ગણિમ પ્રમાણથી મૃત્ય-નોકર, કર્મચારી વગેરેની વૃત્તિ-આજીવિકા, ભોજન, વેતનની, આય વ્યયથી સંબંધિત (રૂપિયા-પૈસા વગેરે) દ્રવ્યોની નિષ્પત્તિ રૂપ ગણના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. તે ગણિમ પ્રમાણનું સ્વરૂપ છે.
વિવેચન :
ગણિમ પ્રમાણ દ્વારા જે વસ્તુની ગણના થાય અથવા જે સાધન દ્વારા તે વસ્તુની ગણના થાય તે બંને ગણિમ કહેવાય છે. જે સંખ્યા દ્વારા ગણાય છે, તે એક, બે, ત્રણ, દસ, સો વગેરે સંખ્યા પણ ગણિમ શબ્દથી વાચ્ય બને છે. ગણના માટે સ્ત્રમાં કરોડ સુધીની સંખ્યાનો સંકેત કર્યો છે. તેનાથી આગળની સંખ્યાઓ આ પ્રમાણે છે. દસકરોડ, અરબ, દસ અરબ, ખરબ, દસ ખરબ, નીલ, દસનીલ, શંખ, દસ શંખ, પદ્મ, દસ પત્ર વગેરે સંખ્યા ૧૯૪ અંક પ્રમાણ છે. સૂત્રકારે તેનો સંકેત 'કાળપ્રમાણ'ના વર્ણન પ્રસંગે કર્યો છે.
પ્રાચીન કાળમાં પણ નોકર-કર્મચારી વગેરેને ધન-મુદ્રાઓ આપવામાં આવતી હતી. વેતન શબ્દથી દૈનિક-મજૂરી નગદ–ધન દ્વારા અપાતી હતી, તેવું સૂચન મળે છે. મુદ્રાની આપ-લે દ્વારા વ્યાપાર થતો હતો અને તેના આય વ્યય સંબંધિત ધનનો હિસાબ ગણિમ પ્રમાણથી રાખવામાં આવતો હતો, તે 'આથમ્બયલલિયા પદથી સ્પષ્ટ થાય છે.
પ્રતિમાન પ્રમાણ :|१६ से किं तं पडिमाणे?
पडिमाणे- जण्णं पडिमिणिज्जइ, तं जहा- गुंजा कागणी णिप्फावो कम्ममासओ मंडलओ सुवण्णो । पंच गुंजाओ कम्ममासओ, चत्तारि कागणीओ