________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
असीईआढयाइं मज्झिमए कुंभे, आढयसतं उक्कोस कुंभे, अट्ठआढयसईए वाहे । ભાવાર્થ :- પ્રશ્ન- ધાન્યમાનપ્રમાણનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર-ધાન્ય માપવામાં આવે તે સાધનો—ધાન્ય માન કહેવાય. તે અસૃતિ, પસૃતિ આદિરૂપ જાણવા. (૧) બે અસૃતિની એક પકૃતિ, (૨) બે પ્રકૃતિની એક સેતિકા, (૩) ચાર સેતિકાનો એક કુડવ, (૪) ચાર કુડવનો એક પ્રસ્થ, (૫) ચાર પ્રસ્થનો એક આઢક, (૬) ચાર આઢકનો એક દ્રોણ, (૭) સાંઠ આઢકનો એક જઘન્ય કુંભ, (૮) એંસી આઢકનો મધ્યમકુંભ (૯) સો આઢકનો ઉત્કૃષ્ટ કુંભ (૧૦) આઠસો આઢ કનો એક બાહ થાય છે.
૨૦૮
७ एएणं धण्णमाणप्पमाणेणं किं पयोयणं ? एऐणं धण्णमाणप्पमाणेणं मुत्तोलीमुरव - इड्डर - अलिंद - अपवारिसंसियाणं धण्णाणं धण्णमाणप्पमाणणिव्वित्ति लक्खणं भवइ । से तं धण्णमाणप्पमाणे ।
શબ્દાર્થ :-મુત્તોલી - મુક્તોલી—ઊભા મૃદંગની જેમ ઉપરનીચે સાંકડી અને મધ્યમાં પહોળી હોય તેવી કોઠી, મુવ = મુરવ–સૂતરનો બનેલો મોટો કોથળો, જેમાં અનાજ ભરી બજારમાં વેચવા લઈ આવે, TR = ઈડ્ડર–ગુણી, સૂતળીની બનેલી નાની ગુણી, જેમાં અનાજ ભરી પીઠ પર લાદી હેરફેર કરે તે, आलिंद = અનાજ ભરીને લાવવાનું વાસણ કે ટોપલો, અપવર = અપચારિ–ધાન્યને સુરક્ષિત રાખવા જમીનની અંદર કે બહાર બનાવવામાં આવતી કોઠી વગેરેમાં, સશિયાળ = નાંખવામાં રાખવામાં આવેલા, રહેલા, ધળાળ = ધાન્યના, પળમાળપ્પમાળ = ધાન્યમાન પ્રમાણ, બિબ્બત્તિ સવવળ = નિવૃત્તિ લક્ષણ, આટલા માન પ્રમાણરૂપ લક્ષણની નિષ્પત્તિ અર્થાત્ પરજ્ઞાન, ભવદ્ = થાય છે.
ભાવાર્થ :- પ્રશ્ન- ધાન્યમાન પ્રમાણનું પ્રયોજન શું છે ?
ઉત્તર– આ ધાન્યમાન પ્રમાણ દ્વારા મુક્તોલી–કોઠી, મુરવ–મોટો કોથળો(મોટી ગુણી) ઈડ્ડ૨– નાનીગુણી(નાની થેલી), અલિંદ—વાસણ કે ટોપલો તથા અપચારીમાં(ભૂમિગત કોઠીમાં) રાખેલા ધાન્યના પ્રમાણનું પરિશાન થાય છે. આ રીતે ધાન્ય માન પ્રમાણ જાણવું.
વિવેચન :
ધાન્યવિષયક માન–માપને ધાન્યમાન પ્રમાણ કહેવામાં આવે છે. ધાન્યાદિ પદાર્થને માપવાનું પ્રથમ એકમ છે અકૃતિ. એક હથેળી પ્રમાણ ધાન્ય અસૃતિ કહેવાય છે. બે અસૃતિની એક પસૃતિ અર્થાત્ ખોબો. ખોબામાં સમાય તેટલું ધાન્ય પકૃતિ પ્રમાણ કહેવાય. સેતિકા, કુંડવ વગેરે મગધ દેશમાં પ્રસિદ્ધ માપોના નામ છે. પ્રાચીનકાળમાં માગધમાન અને કલિંગમાન એમ બે પ્રકારના માપ પ્રચલિત હતા. મગધ સિવાયના અન્ય રાજ્યોમાં પણ શતાબ્દીઓ સુધી મગધમાન પ્રચલિત હતા. આ ધાન્યમાન પ્રમાણનું પ્રયોજન સ્પષ્ટ છે કે તેનાથી કોઠી વગેરેમાં રાખેલા ધાન્ય આદિના પ્રમાણનું જ્ઞાન થાય છે. હાલમાં