________________
પ્રકરણ ૧૯/દ્રવ્ય પ્રમાણ
૨૮૭
ઉત્તર– વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ પાંચ પ્રકારના છે. (૧) માન પ્રમાણ, (૨) ઉન્માન પ્રમાણ, (૩) અવમાન પ્રમાણ, (૪) ગણિમ પ્રમાણ, (૫) પ્રતિમાન પ્રમાણ.
વિવેચન :
વિશિષ્ટ અથવા વિવિધ ભાગ–ભંગ, વિકલ્પ, પ્રકારને વિભાગ કહેવામાં આવે છે. જે દ્રવ્યપ્રમાણની નિષ્પત્તિ પ્રદેશોથી નહીં પણ વિભાગ દ્વારા થતી હોય, તે વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ કહેવાય છે. ધાન્યાદિ દ્રવ્યોનું માપ પ્રદેશ દ્વારા ન થાય પણ પસલી વગેરે વિભાગથી થાય છે, માટે તેને વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ કહેવામાં આવે છે. વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણના પાંચ પ્રકાર છે—
(૧) માન ઃ– તેલ વગેરે પ્રવાહી અને ધાન્ય, ધન દ્રવ્યોને માપવાના પાત્ર વિશેષ.
(૨) ઉન્માન :– ત્રાજવાથી તોળાય તે.
(૩)અવમાન :– ક્ષેત્રને માપવાના દંડ, ગજ, માઈલ, કિ.મી. વગેરે.
--
(૪) ગણિમ :– એક, બે, ત્રણ એમ ગણી શકાય તે.
-
(૫) પ્રતિમાન :– જેના દ્વારા સોનું વગેરેનું વજન કરાય તે.
તત્ત્વાર્થ રાજવાર્તિકમાં આ પાંચ ઉપરાંત 'તપ્રમાણ' નામનો છઠ્ઠો ભેદ પણ બતાવ્યો છે. મણિ વગેરેની દિપ્તી, અશ્વોની ઊંચાઈ વગેરે ગુણો દ્વારા મૂલ્ય નિર્ધારણ કરવામાં 'તત્પ્રમાણ'નો ઉપયોગ કરાય છે. જેમ મણિની પ્રભા જેટલી ઊંચાઈ સુધી જાય તેટલો ઊંચો સુવર્ણનો ઢગલો, તે તેનું મૂલ્ય છે વગેરે.
માન પ્રમાણ ઃ
५ से किं तं माणे ? माणे दुविहे पण्णत्ते, तं जहा - धण्णमाणप्पमाणे य, रसमाणप्पमाणे य ।
ભાવાર્થ :- પ્રશ્ન- માનપ્રમાણનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– માનપ્રમાણના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ધાન્યમાન પ્રમાણ (૨) રસ
માનપ્રમાણ.
ધાન્યમાન પ્રમાણ :
६ से किं तं धण्णमाणप्पमाणे ? धण्णमाणप्पमाणे- दो असईओ पसई, दो पसईओ सेईया, चत्तारि सेईयाओ कुलओ, चत्तारि कुलया पत्थो, चत्तारि पत्थया आढयं, चत्तारि आढयाइं दोणो, सट्ठि आढयाइं जहण्णए कुंभे,