________________
ગ્રંથની પદ્ધતિને અહીં ગંડિકા કહેલ છે અને અર્થભાવના યોગે તેને ગંડિકાનુયોગ કહેલ છે. ગંડિકાનુયોગમાં અનેક પ્રકારના કુલકરો તથા સામાન્ય જીવોથી લઈને ચક્રવર્તી વગેરેની જીવનકથાનું વર્ણન છે. અનુયોગ શબ્દમાં અનેક સંકેત ભર્યા છે. સંસારમાં તો યોગ, સંયોગ, વિયોગ, નિયોગ, પ્રયોગ, મનયોગ, વચનયોગ, કાયયોગના વિવિધ કાર્યોથી કર્મ બંધાય છે. યોગ્ય શબ્દ ઉપસર્ગ લઈને આવે ત્યારે તે અનેક અર્થ થઈને પ્રગટે, પાંગરે. તેવી જ રીતે 'અનુ' ઉપસર્ગ યોગ સાથે જોડાયો છે. તેનો અર્થ છે પાછળ થી જે જોડાય તે અનુયોગ કહેવાય. જોડાણ માત્ર બે વસ્તુ વચ્ચે જ થાય છે. બે વસ્તુ જોડાઈને એકરૂપે દેખાય છે પરંતુ તે એક, અજોડ, સળંગ, અખંડ નથી. માટે જ્ઞાની પુરુષો કહે છે કે જ્યાં સાંધો કર્યો ત્યાં વાંધો જ ઊભો થાય. વાંધો માત્ર વિકૃતિની વિજાતીય તત્ત્વની હોનારતો સર્જે, જ્યાં જ્યાં હોનારત સર્જાણી ત્યાં ત્યાં જે હતું તે ન રહે અર્થાત્ વાસ્તવિકતા દબાઈ જાય, છુપાઈ જાય; કૃત્રિમતા પ્રગટ થાય. એ જ કૃત્રિમતાની કૃતિ, પ્રકૃતિ આદિ બંધ પાડી ભવોભવની વિકૃતિના વ્યવહારનો વ્યાપાર ચાલુ કરી દે છે. આ રીતે જીવ અને કર્મનો યોગ જોડાયો છે. તે પણ ઉપાધિ રૂપ કર્મનો અનુયોગ છે. આ સર્વ ભાર જીવની ઉપર લાદેલો છે. તે લાદેલા બોજને હળવો કરવા સંસ્કૃતિમાં લાવવા જ્ઞાની પુરુષોએ કરુણા બુદ્ધિથી મૂળભૂત વાતનું નિરૂપણ મંદતમ બુદ્ધિથીલઈને તીવ્રતમ બુદ્ધિમાન માટે કરેલું છે.
પ્રસ્તુત સૂત્ર આર્યરક્ષિત મહારાજે પોતાની આગવી શૈલીમાં દ્વાર મૂકીને શિષ્ય પરંપરાએ ઉપયોગી થાય તે હેતુથી અનુયોગ કરીને મહાઉપકાર કર્યો છે. એકાગ્ર ચિત્તથી વાંચતા, વિચારતા લાગે છે કે જાણે એક વિશ્વમાં પુલના પ્રચય પરમાણુથી રચાયેલ જીવ, અજીવના પરિચયથી પૂર્ણ અધ્યાસથી વાસિત થયેલ દેહાધ્યાસનું પ્રદર્શન ભર્યું ન હોય ! તેવી અનોખી ભાત પાડે છે. દેહના દર્શનથી જીવ લોભાયો, થોભાયો છે તેવા આત્માઓના લોભથોભ થંભાવી અનુશાસિત કરી આત્માનું સમ્યગુદર્શન કરાવવાનો મૂળ ઉદ્દેશ, સમુદ્દેશ ગ્રંથકારનો છે.
જેમ પ્રદર્શનમાં હસ્ત લાઘવતાની કલા કરીને વસ્તુ ગોઠવવામાં આવે, શૃંગારથી સજ્જ કરવામાં આવે તેમ અનંતજ્ઞાની પરમાત્માએ અખંડ, ધ્રુવ દ્રવ્યને નિહાળ્યું, અનુભવ્યું તેવું જ તેઓએ પ્રગટ કરી આપણી સમક્ષ જાહેર કર્યું; વિશ્વના જીવો દુઃખી ન થાય, સ્વરૂપનું સુખ પામી મારી સમાન અનંત સુખનો અનુભવ કરે તેવા તત્ત્વને પ્રકાશ્ય
28