________________
ત્યારે આચાર્ય ગણધર પરમાત્માએ તે ઝીલી રચનાત્મક રૂપે રચી, ઉપાધ્યાય ભગવંતે યાદ કરી, સાધુ ભગવંતોએ સાધનામાં ઉતારી ધ્રુવ તત્ત્વની મસ્તી માણી છે. તે મસ્તીમાં મસ્તાન બનાવવા આ પ્રદર્શન પ્રગટ કર્યું છે.
આવો પ્રિય પાઠકો ! આપણે સર્વે "પ્રદર્શન"માં પ્રવેશ કરી આત્માની ઓળખ કરીએ. કર્મક્ષય કરવાની હૃદયકળા હસ્તગત કરી લઈએ.
પ્રવેશદ્વારનું નામ છે મંગલાચરણ, ઉદ્દેશ છે મમતાને ગાળવી, સમુદેશ છે વિશેષ પ્રયોગ કરવો. જેમકે જીવનામધારી એક વ્યક્તિ દુર્દશાથી દુઃખી થઈ રહી છે, સહજ સુખ શોધવા દોટ મૂકી રહી છે, જોરદાર પ્રયત્ન કરી રહી છે પરંતુ સુખને બદલે સંયોગ સંબંધથી પાછળ જોડાયેલું કર્મબંધનનું દુઃખથી ભરેલું આવરણ જ શોધાય છે અને તેને જ સ્વરૂપ માની બેસી, લમણે હાથ દઈને છેતરાતો છેતરાતો જીવ શરીરધારી બની, દુઃખી થઈ ઘૂમવા લાગે છે. બિચારો બાપડો અનુયોગમાં અનુરંજિત થઈ, વ્યથિત થઈ, જીવન વ્યતીત કરે છે.
આખર આત્માનું જ્યારે ભાગ્ય ખીલે છે ત્યારે કોઈ મહાપુરુષનો વરદ હસ્ત મસ્તક ઉપર આવે છે અને તે જીવને લલકારે છે. અહો ! મહાનુભાવ ! તું તને જો, તું આત્મા છો. પેલા સિદ્ધ લોકાગ્રે બિરાજે છે તેની સમાન સર્વ જીવ છે. સમજીશ તો તું તેની સમાન થઈશ પછી તારે ક્યારે ય દુર્દશા ભોગવવી નહીં પડે. અવાજ સાંભળી પેલો દરિદ્રી આવી કહે છે, ક્યાં છે આત્મા? મહાત્માએ જવાબ આપ્યો આ પાંચ પ્રકારે વહેંચાયેલો દેખાય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળ જ્ઞાનવાળો છે. પેલા બે જ્ઞાન આત્મ દષ્ટિએ પરોક્ષ છે, પછીના ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. તેમાં પણ પાંચ જ્ઞાન અનુભવાય છે. પરંતુ તે અનુભવને વ્યક્ત કરનાર શ્રુતજ્ઞાન જ છે. છબસ્થ જીવને શ્રુતજ્ઞાનથી જ આત્માની ઓળખ થાય છે. તેથી જ્ઞાનના પાઠથી જ પ્રસ્તુત આગમનું મંગલાચરણ કર્યું છે. કારણ કે ચાર જ્ઞાન તો મૌન જ છે, ફક્ત શ્રુતજ્ઞાનથી
વ્યવહાર કરાય છે. તે જ્ઞાનથી જ નિર્દેશ કરી શકાય છે. તેથી આગમ માત્ર શ્રુતજ્ઞાનને વિસ્તારથી વર્ણવે છે.
તેમાં ઉદ્દેશ = ભણવાની આજ્ઞા અને જાણવું, સમુદ્દેશ = ભણેલ જ્ઞાનનું સ્થિરીકરણ, અનુજ્ઞા = ભણાવવાની આજ્ઞા તેમજ અનુયોગ = વિસ્તારથી વ્યાખ્યાન.
29