________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની
બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. દેવ ગુરુ ધર્મ પસાથે, આસન્ન ઉપકારી, અનન્ય શરણદાતા, પરમોપકારી, પરમકૃપાળુ ગુસ્વર્યોની કૃપાબળે, જેમ ડગમગતી ડોલતી નૈયા સારા સૂકાની દ્વારા પાર પામી જાય તેમ અમારી ક્રિયાત્મક થયેલી ગુજરાતી ભાષા અનુવાદ રૂપી આગમ નૈયા સંવેગ પકડી ગુરુ પ્રાણ શતાબ્દીના ઉપલક્ષે આગળ ધપી રહી છે.
પ્રિય પાઠક!
આજે તમારા કરકમળમાં ગુરુપ્રાણ આગમ બત્રીસીનું ચોથું મૂળ આગમ અનુયોગદ્વાર સૂત્ર પ્રેષિત કરી રહ્યા છીએ. અનુયોગ શબ્દ ચાર વિભાગમાં દર્શાવેલ છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ. અનુ = પાછળ, યોગ= જોડાણ. જેની અંદર દ્રવ્યનું વર્ણન કરી શબ્દનું જોડાણ કર્યું હોય તે દ્રવ્યાનુયોગ, આચરણ તથા ક્રિયાનું જોડાણ થાય તે ચરણકરણાનુયોગ, ગણિતનું વર્ણન કરી સંખ્યાનું જોડાણ થાય તે ગણિતાનુયોગ અને ધર્મની કથામાં સિદ્ધાંત પૂર્વકના વૈરાગ્ય વાસિત દાંતનું–કથાનું જોડાણ થાય તેને ધર્મકથાનુયોગ કહેવાય છે.
અનુયોગદ્વાર નામના આ મૂળસૂત્રમાં મુખ્યતયા દ્રવ્યાનુયોગ અને ગૌણતા એ ત્રણે ય અનુયોગ સમાવિષ્ટ છે. મુદ્દાની વાત તો એ છે કે દષ્ટિવાદ નામના બારમા અંગસૂત્રના પણ પાંચ અધ્યયન પૈકી ચોથું અધ્યયન અનુયોગ" છે. તેમાં બે વિભાગ છે– મૂળ પ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગ. મૂળ પ્રથમાનુયોગમાં તીર્થકર અરિહંત પરમાત્માને જે ભવમાં સમ્યગુદર્શન (બોધિ બીજ)ની પ્રાપ્તિ થઈ ત્યારથી પૂર્વ ભવોના કથાનકથી લઈને તેમના આયુષ્ય, દેવલોક ગમન, ચ્યવન, જન્મ, અભિષેક, પ્રવ્રજ્યા, કેવળજ્ઞાન, તીર્થ પ્રવર્તનાદિ વર્ણન કરેલ છે તો બીજા ગંડિકાનુયોગમાં સમાન વક્તવ્યતાથી અર્થાધિકારનું અનુસરણ કરનારી વાક્ય પદ્ધતિ, અર્થ પ્રગટ કરવાની વિધિ દર્શાવી છે. શેરડીના મધ્ય ભાગને માટે ગંડિકા શબ્દ કહેવાય છે. તેવી રીતે એકાર્થ અધિકાર રૂપ