________________
રહેશે. વર્તમાન સમયની અનેક વિષમતાઓની વચ્ચે દુઃખી એવા લોકોને માટે આ બત્રીસીનો સ્વાધ્યાય ભવટ્ટી માટેનું ઉત્તમ અવલંબન બની રહેશે એ નિઃશંક છે.
યોજના જાહેર થતાંની સાથે જ મારું હૃદય આનંદવિભોર બની ગયું હતું. પૂ. પ્રાણલાલજી મ.સા. તથા પૂ. રતિલાલજી મ.સા. મારા મહાન ઉપકારી છે. એ ઉપકારનું ઋણ જન્મો જનમ સુધી વાળી શકું તેમ નથી. પ્રકાશન પૂર્વે જ મારા પર પૂ. મુક્તાબાઈ સ્વામીનો પત્ર આવ્યો હતો પરંતુ મારી નાદુરસ્ત તબિયતના કારણે જવાબ લખી શુભેચ્છા વ્યક્ત કરી શક્યો ન હતો. ખૂબ મોડો જવાબ આપું છું તે બદલ પૂ. સાધ્વીગણ મને માફ કરશે.
"શ્રી ઉપાસક દશાંગ' આદિ આગમોની પ્રત મારા હાથમાં આવતા તન-મન પુલકિત બની ગયા. ઉત્તમ કવરપેઈજ, સુઘડ છપાઈ, મૂળપાઠ સાથે સરળ-રસાળ ભાવાર્થ, પરિશિષ્ટ વગેરે સામગ્રી અત્યંત ઉત્તમ છે. વિદ્વતાપૂર્ણ—લોકભોગ્ય, કળામય આકર્ષક સંપાદન સીમાચિહ્ન જેવું બની રહેશે. આ પ્રકાશનનું અગિયારમું આગમ 'અનુયોગદ્વાર સૂત્ર' પ્રકાશિત થઈ રહ્યું છે. અન્ય આગમો પણ સવેળા પ્રકાશિત થાય અને તે માટે તન-મન-ધનથી શ્રાવક-શ્રાવિકાઓનો સહકાર પ્રાપ્ત થાય તેમજ સંપાદન કાર્યમાં ઉપકારક સહુ કોઈનું કલ્યાણ થાય એવી શુભેચ્છા...
ઉષાના પ્રથમ કિરણો વડે જગતના અંધારા દૂર થઈ જાય, આરતીના તેજસ્વી કિરણો વડે સુબોધ પામી, શ્રદ્ધાના તાર મજબૂત બને, હસતા ડોલરના ફૂલ વડે સુગંધ ફેલાઈ જાય, લીલીછમ પ્રકૃતિ મન અને હૃદયને અભુત શાંતિ બક્ષે. આ બધું કાર્ય ભાવ પ્રાણને ઉજાગર કરી, રૈલોક્યનું રાજ્ય પ્રાપ્ત કરાવવા, મુક્તિ પ્રાપ્ત કરાવવા સહયોગી બને. એ જ પ્રાણલાલના અંતરના આશીર્વાદ..
આ સંપાદનનો જૈનસમાજ ભરપૂર લાભ લે અને વીતરાગવાણીને જીવનમાં ઉતારી, જીવનને સફળ બનાવે, સંપૂર્ણ સહયોગ આપે એવી આશા અને અભિલાષા સહ...
લિ. 'પ્રાણબાલ'
જગશાંતિ