________________
પ્રકરણ ૧૮/ક્ષ નામ - તદ્ધિત
_.
| [ ૨૭૯]
૨૭૯
વગેરે નિષ્પન્ન થાય છે. તે સમીપાર્થ બોધક તદ્ધિતજ ભાવ પ્રમાણ નામ છે. સંચૂથ નામ તદ્ધિત :
७ से किं तं संजूहणामे ? संजूहणामे- तरंगवतिकारे मलयवतिकारे अत्ताणु- सट्टिकारे बिंदुकारे । से तं संजूहणामे । ભાવાર્થ - પ્રશ્ન- સંયૂથ નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સંયૂથનામ તદ્ધિતના ઉદાહરણ તરંગવતીકાર, મલયવતીકાર, આત્માનુષષ્ઠિકાર, બિન્દુકાર વગેરે સંયૂથ નામ છે. વિવેચન :
ગ્રંથ રચનાને સંયુથ કહેવામાં આવે છે. તે સંપૂથને સુચવવા જે તદ્ધિત પ્રત્યય લાગે અને તેનાથી જે નામ નિષ્પન્ન થાય તે સંધૂથ નામ કહેવાય છે. જેમકે તરંગવતીના નિમિત્તે જે વાર્તા રચવામાં આવી તે ગ્રંથને તરંગવતી કહે છે. તે જ રીતે મલયવતી, આત્માનુષષ્ટિ વગેરે ગ્રંથના નામ જાણવા. આ 'તરંગવતી' વગેરે ગ્રંથ નામોમાં અધિકૃત્ય કતો ગ્રન્થ:' આ અર્થમાં અણાદિ અને ઘાદિ પ્રત્યય લાગે છે અને બીજા સૂત્રથી તેનો લોપ થતાં ગ્રંથનું નામ 'તરંગવતી' બને છે. 'તરંગવતી' વગેરે નામ સંયૂથનામ જાણવા.
સૂત્રમાં 'તરંગવતીકાર' વગેરે જે નિર્દેશ છે તેનું તાત્પર્ય તરંગવતી ગ્રંથની રચના કરનાર, મલયવતી ગ્રંથની રચના કરનાર, એવું છે. અન્ય ઉદાહરણ પણ આ જ રીતે સમજવા. ઐશ્વર્ય નામ તદ્ધિત :| ८ से किं तं ईसरियणामे ? ईसरियणामे- राईसरे तलवरे माडंबिए कोडुबिए इब्भे सेट्ठी सत्थवाहे सेणावई । से तं ईसरियणामे । ભાવાર્થ - પ્રશ્ન- ઐશ્વર્ય નામનું સ્વરૂપ કેવું છે?
- ઉત્તર-ઐશ્વર્યનામ તદ્ધિતના ઉદાહરણો– રાજેશ્વર, તલવર, માડંબિક, કૌટુમ્બિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સાર્થવાહ, સેનાપતિ વગેરે. આ ઐશ્વર્ય નામ છે. વિવેચન :
ઐશ્વર્ય દ્યોતક શબ્દોને તદ્ધિત પ્રત્યય લગાડવાથી જે નામ નિષ્પન્ન થાય તે ઐશ્વર્યનામ તદ્ધિત કહેવાય છે. ઐશ્વર્યદ્યોતક નામ, સ્વાર્થમાં (સ્વ અર્થમાં)'કષ' પ્રત્યય લગાડવાથી નિષ્પન્ન થાય છે. તેથી તે રાજેશ્વર વગેરે નામ ઐશ્વર્ય બોધક તદ્ધિત જ ભાવ પ્રમાણ નિષ્પન્ન નામ જાણવા.