________________
૨૭૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
'કારિગોવં' સૂત્રથી પ્રશસ્ત અર્થમાં અત્ પ્રત્યય લાગ્યો છે. તપશ્ચર્યાદિ શ્રમથી યુક્ત હોય તે શ્રમણ અને બ્રહ્મ–આત્માના આરાધક હોય તે બ્રાહ્મણ. આ શ્રમણ, બ્રાહ્મણ વગેરે સર્વના અતિથિ છે, સમ્માનીય છે માટે તેઓ પ્રશસ્ત છે. આમ શ્રમણ નામની નિષ્પત્તિમાં પ્રશસ્તતા-શ્લોક કારણરૂપ હોવાથી તે શબ્દ શ્લોક નામ તદ્ધિત કહેવાય છે.
સંયોગનામ તદ્ધિત :
५ से किं तं संजोगणामे ? संजोगणामे- रण्णो ससुरए, रण्णो सालए, रण्णो सड्ढुए, रण्णो जामाउए, रण्णो भगिणीवती । से तं संजोगणामे । ભાવાર્થ :- પ્રશ્ન- સંયોગ નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સંયોગનામ તદ્ધિતના ઉદાહરણ છે– રાજાના શ્વસુર–રાજશ્વસુર, રાજાના સાળા-રાજ સાળા, રાજાના સાઢું–રાજસાદ્રે, રાજાના જમાઈ—રાજજમાઈ, રાજાના બનેવી, રાજબનેવી. તે સંયોગ નામ છે. વિવેચન :
સંબંધ અર્થમાં તદ્ધિત પ્રત્યય લાગવાથી જે નામ નિષ્પન્ન થાય તે સંયોગ નામ કહેવાય છે. સુત્રમાં "ળો સસુરઈ' વગેરે ઉદાહરણ આપ્યા છે તે વિગ્રહ કરેલા શબ્દ છે. તેનો સંયોગ થતા રાજશ્વસુર' બને છે. આ સર્વ પ્રયોગોમાં રાજ્ઞઃ ૨' સૂત્રથી છ પ્રત્યય લાગે અને તેનો ય થઈ જાય. રાજશ્વસુર વગેરે નામ સંયોગ તદ્ધિતજ ભાવપ્રમાણ નામ જાણવા.
સમીપનામ તદ્ધિત :| ६ से किं तं समीवणामे ? समीवणामे- गिरिस्स समीवे णगरं गिरिणगरं, विदिसाए समीवे णगरं वेदिसं, वेण्णाए समीवे णगरं वेण्णायडं, तगराए समीवे णगरं तगरायडं । से तं समीवणामे । ભાવાર્થ :- પ્રશ્ન- સમીપ નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સમીપ અર્થમાં તદ્ધિત પ્રત્યય દ્વારા નિષ્પન્ન નામ– ગિરિની સમીપનું નગર તે ગિરિનગર, વિદિશાની સમીપનું નગર તે વૈદિશ, વૈજ્ઞાની સમીપનું નગર તે વેન્નાતટ, તગરાની સમપીનું નગર તે તગરાતટ આ 'ગિરિનગર' વગેરે નામ સમીપનામ જાણવા.
વિવેચન :
સમીપ, નિકટ, પાસેના અર્થમાં તદ્ધિત પ્રત્યય અણુ લાગવાથી ગિરિનગર, વૈદિશ, વેન્નાતટ