________________
પ્રકરણ ૧૮/દસ નામ – તહિત
૨૭૭
અન્ય પ્રતોમાં તબાહRE = તૃણહારિક, વECTRL = કાષ્ઠહારિક, પત્તTRE = પાત્રહારિક. આ ત્રણ શબ્દ અધિક જોવા મળે છે.
શિલ્પનામ તદ્ધિત ઃ
३ से किं तं सिप्पणामे ? सिप्पणामे - तुण्णिए तंतुवाइए पट्टकारिए उव्वट्टिए वरुंटिए मुंजकारिए कटुकारिए छत्तकारिए बज्झकारिए पोत्थकारिए चित्तकारिए दंतकारिए लेप्पकारिए सेलकारिए कोट्टिमकारिए । से तं सिप्पणामे ।
ભાવાર્થ :- પ્રશ્ન-શિલ્પ નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– શિલ્પનામ તદ્વિતના ઉદાહરણ છે– તૌનિક–રફૂ કરનાર શિલ્પી, પટ્ટકારિક—પટ્ટ વસ્ત્ર બનાવનાર શિલ્પી, તાન્તુવાયિક–તંતુ બનાવનાર, ઔવૃત્તિક–શરીરનો મેલ દૂર કરનાર શિલ્પી–નાવી, વારુંટિક–એક શિલ્પ વિશેષ જીવી, મૌજકારિક–મૂજની રસ્સી બનાવનાર શિલ્પી, કાષ્ઠકારિક– લાકડામાંથી વસ્તુઓ બનાવનાર શિલ્પી, છત્રકારિક, છત્ર બનાવનાર શિલ્પી, બાહ્યકારિક–રથ વગેરે બનાવનાર શિલ્પી, પૌસ્તકારિક–પુસ્તક બનાવનાર શિલ્પી, ચૈત્રકારિક–ચિત્રકાર, દંતકારિક–દાંત બનાવનાર શિલ્પી, લેપ્યકારિક–મકાન બનાવનાર શિલ્પી, શૈલકારિક–પત્થર ઘડનાર શિલ્પી, કૌટ્ટિમકારિક—ખાણ ખોદનાર શિલ્પી. તે શિલ્પનામ તદ્ધિત છે.
વિવેચન -
આ સૂત્રમાં શિલ્પ કળાના આધારે સ્થાપિત કેટલાક નામોનો સંકેત છે. આ નામ શિલ્પ અર્થમાં તન્દ્રિત પ્રત્યય લાગવાથી નિષ્પન્ન થાય છે. 'શિલ્પમ્' આ સૂત્રથી તન્દ્રિત પ્રત્યય 'ઠક્' લાગે છે અને ઠક્નો ઈક થવાથી તૌન્નિક વગેરે નામ નિષ્પન્ન થવાથી તે શિલ્પ તદ્વિતનિષ્પન્ન ભાવપ્રમાણ નામ કહેવાય છે.
શ્ર્લોકનામ તદ્ધિત :
४ से किं तं सिलोयणामे ? सिलोयणामे- समणे माहणे सव्वातिही । से तं सिलोयणामे |
ભાવાર્થ :
પ્રશ્ન– શ્લોકનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– સર્વના અતિથિ, શ્રમણ, બ્રાહ્મણ તે શ્લોક નામ તદ્ધિતના ઉદાહરણ છે. આ શ્લોકનામ
તદ્ધિત છે.
વિવેચન :
શ્લોક–યશ અર્થમાં તન્દ્રિત પ્રત્યય લાગવાથી જે નામ નિષ્પન્ન થાય, તે શ્ર્લોકનામ કહેવાય છે.