________________
[ ૨૭૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અઢારમું પ્રકરણ ભાવપ્રમાણનિષ્પન્ન નામમાં તદ્ધિત
તદ્ધિતના આઠ પ્રકાર :| १ से किं तं तद्धियए ? तद्धियए
कम्मे सिप्प सिलोए, संजोग समीवओ य संजूहे ।
इस्सरियाऽवच्चेण य, तद्धितणामं तु अट्ठविहं ॥९२॥ ભાવાર્થ - પ્રશ્ન- તદ્ધિત નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- (૧) કર્મ, (૨) શિલ્પ, (૩) શ્લોક, (૪) સંયોગ, (૫) સમીપ, (૯) સંયૂથ, (૭) ઐશ્વર્ય (૮) અપત્ય. આ તદ્ધિત નિષ્પન્ન નામના આઠ પ્રકાર જાણવા. કર્મનામ તદ્ધિત :| २ से किं तं कम्मणामे ? कम्मणामे- दोस्सिए सोत्तिए कप्पासिए सुत्तवेतालिए भंडवेतालिए कोलालिए । से तं कम्मणामे । ભાવાર્થ - પ્રશ્ન- કર્મનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– કર્મનામ તદ્ધિતના ઉદાહરણ છે– દોષ્યિક–વસ્ત્રના વેપારી, સૌત્રિક-સૂતરના વેપારી, કાર્યાસિક-કપાસના વેપારી, સૂત્રવૈચાલિક–સૂતર વેચનાર, ભાંડવૈચાલિક–વાસણ વેચનાર, કૌલાલિકમાટીના વાસણ વેચનાર. આ સર્વ તદ્ધિત કર્મનામ છે.
વિવેચન :
સૂત્રગત કર્મ શબ્દનો પ્રયોગ પણ્ય–વેચવા યોગ્ય પદાર્થના અર્થમાં થયો છે. પણ્ય અર્થમાં તદ્ધિત પ્રત્યય 'ઠકુ' લાગવાથી જે શબ્દ બને તે કર્મનામ. ટૂષ્ય પુષ્પમતિ તૌષ્યિ$: વસ્ત્રને વેચનાર. તે જ રીતે સૂત્ર વેચનાર સૌત્રિક વગેરે 'તવ્ય પુષ્ય આ સૂત્રથી 'ઠકુ' પ્રત્યય થાય છે અને "ડબ્લેઃ સૂત્રથી ઠ ના સ્થાને 'રૂ' થવાથી અને આદિમાં વૃદ્ધિ થવાથી દૌષ્ટિક શબ્દ બને છે.