________________
२८०
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અપત્યનામ તદ્ધિત :
९ से किं तं अवच्चणामे ? अवच्चणामे - तित्थयरमाया चक्कवट्टिमाया बलदेवमाया वासुदेवमाया रायमाया मुणिमाया ( गणिमाया) वायगमाया । से तं अवच्चणा । से तं तद्धिते ।
ભાવાર્થ :- પ્રશ્ન- અપત્યનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– અપત્યનામ તદ્ધિતના ઉદાહરણ- તીર્થંકરમાતા, ચક્રવર્તીમાતા, બળદેવમાતા, વાસુદેવમાતા, રાજમાતા, મુનિમાતા(ગણિમાતા), વાચકમાતા તે અપત્યનામ છે. આ રીતે તદ્વિત પ્રત્યયજન્ય નામની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
છે
અપત્ય એટલે પુત્ર, પુત્રથી વિશેષિત થવું તે અર્થમાં તન્દ્રિત પ્રત્યય લાગવાથી તીર્થંકરમાતા વગેરે નામ નિષ્પન્ન થાય છે. તીર્થં રોપત્ય યસ્યા: મા તીથર માતા—તીર્થંકર જેમના પુત્ર તે તીર્થંકર માતા. તીર્થંકરરૂપ પુત્ર દ્વારા માતા પ્રસિદ્ધિ અને સન્માનને પ્રાપ્ત થાય છે. તેથી તે અપત્યનામ કહેવાય છે. માતાના નામે પુત્રનું નામ પ્રસિદ્ધ થાય તો તે પણ અપત્યનામ કહેવાય છે જેમકે મન્દ્રેવ્યા અપત્ય માદેવેય-મરુદેવાના પુત્ર–મારુદેવેય અર્થાત્ ઋષભદેવ, તે અપત્યનામ કહેવાય. તે જ રીતે ચક્રવર્તીમાતા સુમંગલાનો પુત્ર—સૌમંગલેય અર્થાત્ ભરત ચક્રવર્તી. બલદેવમાતા–રોહીણીનો પુત્રરોહિણેય–બલદેવ. વાસુદેવમાતા—દેવકીનો પુત્ર−દૈવકેય-કૃષ્ણવાસુદેવ. રાજમાતા—ચેલણાનો પુત્ર– ચૈલણેય–કુણિક રાજા. મુનિમાતા— ધારિણીનો પુત્ર–ધારિણેય–મેઘમુનિ, વાચકમાતા–રૂદ્રસોમનો પુત્રરૌદ્રસોમેય—વાચક આર્યરક્ષિત. આ રીતે તન્દ્રિત પ્રત્યય નિષ્પન્ન ભાવપ્રમાણ નામની વક્તવ્યતા પૂર્ણ થાય
છે.
ધાતુજ નામ :
૨૦ સે નિ ત ધાવણ્ ? ધાડધ્- મૂ સત્તાયા પક્ષ્મમાબા, ધ વૃદ્ધો, સ્વર્લ્ડ સંઘર્ષો, ધૃતિષ્ઠાલિપ્સયોર્જગ્યે હૈં, વાધૃ તોડશે । સે તું થાકÇ I ભાવાર્થ :- પ્રશ્ન- ધાતુજ નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ધાતુજ નામના ઉદાહરણ– પરમૈપદી સત્તા અર્થક 'ભૂ' ધાતુ, વૃદ્ધિ અર્થક 'ધ' ધાતુ, સંઘર્ષ અર્થક સ્વર્લ્ડ ધાતુ, પ્રતિષ્ઠા, લિપ્સા અને સંચય અર્થક ગા‰ ધાતુ તથા વિલોડન અર્થક 'વાટ્ટ' ધાતુથી નિષ્પન્ન ભવ, એધમાન વગેરે. તે ધાતુજ નામ ભાવપ્રમાણ કહેવાય છે.
વિવેચન :
વ્યાકરણ શાસ્ત્રમાં જેને ક્રિયાપદના પ્રત્યય લાગે તે ધાતુ કહેવાય છે. આ ધાતુ ઉપરથી જે શબ્દ