________________
૨૭૦
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સત્તરમું પ્રકરણ
ભાવપ્રમાણનિપ્પન નામમાં સમાસ
સમાસના સાત પ્રકાર :| १ से किं तं सामासिए ? सामासिए सत्त समासा भवंति, तं जहा
दंदे य बहुव्वीही, कम्मधारए दिग्गु य ।
तप्पुरिस अव्वईभावे, एक्कसेसे य सत्तमे ॥९१॥ ભાવાર્થ :- પ્રશ્ન- સામાસિક ભાવપ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– સામાસિક નામ નિષ્પન્નતાના કારણરૂપ સમાસ સાત છે, તે આ પ્રમાણે છે– (૧) દ્વન્દ્ર, (૨) બહુવ્રીહિ, (૩) કર્મધારય, (૪) દ્વિગુ, (૫) તપુરુષ, (૬) અવ્યયીભાવ, (૭) એકશેષ.
વિવેચન :
બે અથવા બેથી વધુ પદોને, વિભક્તિ વગેરેનો લોપ કરી, સંક્ષિપ્ત કરી, ભેગા કરવા તેને સમાસ કહેવામાં આવે છે. જે શબ્દોના મેળથી સમાસ બને છે, તે શબ્દોને સમાસ ખંડ કહે છે. જે શબ્દો દ્વારા સમાસ બને છે, તે બધા શબ્દોનું બળ સમાન બન્યા પછી એક સરખું રહેતું નથી, પરંતુ તેમાંથી કોઈ શબ્દનો અર્થ પ્રધાન બની જાય છે અને બીજા શબ્દો તે અર્થને પુષ્ટ કરે છે. અપેક્ષા ભેદથી સમાસના દ્વન્દ્ર વગેરે સાત ભેદ છે.
દ્વન્દ સમાસ :| २ से किं तं दंदे समासे?
दंदे समासे- दन्ताश्च ओष्ठौ च दन्तोष्ठम् । स्तनौ च उदरं च स्तनोदरम्, वस्त्रं च पात्रं च वस्त्रपात्रम्, अक्तश्च महिषश्व अक्तमहिषम्, अहिश्च नकुलश्च अहि-नकुलम् । से तं ददे समासे । ભાવાર્થ :- પ્રશ્ન- દ્વન્દ સમાસનું સ્વરૂપ કેવું છે?