________________
પ્રકરણ ૧દશ નામ- સમાસ
,
[ ૨૭૧ |
ઉત્તર- તંદ્વ સમાસના ઉદાહરણો– દાંત અને ઔષ્ટ-હોઠ તે દંતોષ્ઠ, સ્તનો અને ઉદર તે સ્તનોદર, વસ્ત્ર અને પાત્ર તે વસ્ત્રપાત્ર, અશ્વ અને મહિષ તે અશ્વમહિષ, સાપ અને નોળીયો તે સાપનોળિયો. આ દ્વન્દ સમાસ છે.
વિવેચન :
દ્વન્દ સમાસમાં જોડાતા બંને પદ પ્રધાન હોય છે. તેમાં બે પદ જોડાયેલ હોય છે. સમાસ થતાં બંનેની વિભક્તિનો લોપ થાય છે અને સમાસ થયા પછી એકવચન કે બહુવચનના પ્રત્યય લાગે છે. દ્વન્દ્ર સમાસ બન્યા પછી એક મિશ્રિત વસ્તુનો બોધ થાય તો એકવચનમાં પ્રયુક્ત થાય. જેમકે મેં દાળરોટલી ખાધી, અહીં સમાસ પહેલા દાળ અને રોટલી એમ બે પદ હતા. સમાસ થતાં 'અને'નો લોપ થાય છે અને 'દાળ રોટલી' શબ્દ બંનેના મિશ્રણરૂપ વસ્તુનો બોધ કરાવે છે, માટે એકવચન આવે છે. દ્વન્દ સમાસ થતાં મિશ્રિત વસ્તુનો બોધ થતો ન હોય તો બહુવચનમાં પ્રયુક્ત થાય છે. જેમકે રામ અને સીતા-રામસીતા વનમાં ગયા. રામસીતા એ દ્વન્દ સમાસમાં બહુવચન વપરાય છે. કારણ કે તેમાં મિશ્રિતરૂપે એક વસ્તુનો બોધ નથી. સૂત્રગત ઉદાહરણમાં દંતોષ્ઠમું, સ્તનોદરમમાં પ્રાણીઓના અંગ હોવાથી વ્યાકરણ શાસ્ત્રના નિયમ પ્રમાણે એકવદ ભાવ થાય છે. (અશ્વમહિષમ, અહિ-નકુલમ્) શાશ્વત વિરોધ અને વસ્ત્રપાત્રમુમાં અપ્રાણી જાતિ હોવાથી એકવદ ભાવ થાય છે અર્થાતુ એકવચનનો પ્રયોગ થાય છે. અહીં જે 'દતોષ્ઠમ્' વગેરે નામ બન્યા તે દ્વન્દ્ર સામાસિક ભાવપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય.
બહુવીહિ સમાસ :| ३ से किं तं बहुव्वीहीसमासे ? बहुव्वीहीसमासे- फुल्ला जम्मि गिरिम्मि कुडय-कलंबा सो इमो गिरी फुल्लियकुडयकलंबो । से तं बहुव्वीहीसमासे । શબ્દાર્થ-જદુલ્લીહીસનાતે બહુવ્રીહિ સમાસમાં, શુલ્લા = ફૂલેલા-વિકસિત, કન્ન મિ = જે પર્વત પર, ડચ = કુટજ, વનવા = કદંબ(હોવાથી). ભાવાર્થ :- પ્રશ્ન બહુવ્રીહિ સમાસનું સ્વરૂપ કેવું છે?
- ઉત્તર- બદ્રીહિ સમાસમાં આ પર્વત ઉપર વિકસિત કુટજ અને કદંબ વૃક્ષ હોવાથી આ પર્વત "વિકસિત કુટજ કદંબ" કહેવાય છે. અહીં કુત્તશુદ્રિવ પદ બહુવ્રીહિ સમાસરૂપ છે.
વિવેચન :
સમાસગત પદ જ્યારે પોતાથી ભિન્ન અન્ય પદાર્થનો બોધ કરાવે અર્થાત્ જે સમાસમાં અભ્યપદ પ્રધાન હોય તે બહવ્રીહિ સમાસ કહેવાય છે. બહુવ્રીહિ સમાસમાં બે કે વધુ જે પદો હોય તે ગૌણ હોય છે. ઉદાહરણ સ્પષ્ટ છે. તેમાં કુટજ અને કદંબ પ્રધાન નથી પરંતુ તેનાથી યુક્ત પવેત' અન્યપદ પ્રધાન છે.