________________
પ્રકરણ ૧૪/દસ નામ–પ્રમાણનિષ્પન્ન નામ
૨૦૯
દ્રવ્યપ્રમાણ નિષ્પન્નનામ :
११ से किं तं दव्वप्पमाणे ? दव्वप्पमाणे छव्विहे पण्णत्ते, तं जहाधम्मत्थिकाए जाव अद्धासमए । से तं दव्वप्पमाणे ।
ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્યપ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– દ્રવ્ય પ્રમાણ નિષ્પન્ન નામ છ પ્રકારે છે. ધર્માસ્તિકાયથી લઈ અહ્રાસમય સુધીના છ ભેદ જાણવા. આ દ્રવ્યપ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ છે.
વિવેચન :
ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યના નામ દ્રવ્યવિષયક છે, તેથી અથવા આ નામ છ દ્રવ્ય સિવાય અન્યના ન હોવાથી તે દ્રવ્ય પ્રમાણ નિષ્પન્ન નામ છે. અનાદિ સિદ્ધાન્ત નામમાં આ છ દ્રવ્યોના નામનો જ ઉલ્લેખ છે પરંતુ ત્યાં અનાદિકાળથી વાચ્ય–વાચક સંબંધની વિવક્ષા છે, જ્યારે અહીં દ્રવ્યની વિવક્ષા છે, વિવક્ષા ભેદના કારણે તેમાં દોષ આવતો નથી.
ભાવપ્રમાણ નિષ્પન્ન નામ :
१२ से किं तं भावप्पमाणे ? भावप्पमाणे चउव्विहे पण्णत्ते, तं जहा - सामासिए તતિર્, થાન, બિત્તિર્ ।
ભાવાર્થ :- પ્રશ્ન– ભાવ પ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ભાવપ્રમાણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સામાસિક, (૨) તદ્વિતજ, (૩) ધાતુજ, (૪) નિરુક્તિજ.
વિવેચન :
ભાવ એટલે વસ્તુગત ગુણ. આ ભાવ જ પ્રમાણ છે તે ભાવપ્રમાણ કહેવાય. તેના દ્વારા નિષ્પન્ન નામ ભાવપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય છે.
॥ પ્રકરણ-૧૬ સંપૂર્ણ ॥