________________
૨૮ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સમયમાં નવ મલ્લ અને નવ લિચ્છવી, અઢાર રાજાઓના રાજ્યનું એક ગણ રાજ્ય હતું. અત્યારે પણ
જ્યાં લોકશાહી છે, ત્યાં રાજ્યોના સમુદાયને ગણતંત્ર કહેવામાં આવે છે. તે ગણના નામ પરથી મલ્લ વગેરે નામ રાખવામાં આવે તે ગણ સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય.
જીવિતહેતુ નામ :| ९ से किं तं जीवियहेउ ? जीवियहेउ- अवकरए उक्कुरुडए उज्झियए कज्जवए सुप्पए । से तं जीवियहेउं । શબ્દાર્થ -કવિ = જીવિત હેતુ નામ, ગવરણ = અવકરક–કચરો, ૩જસુકા = ઉકરડો, ૩ યા - ઉજિઝતક(તરછોડાયેલ), નવા = કચવરક(કચરાનો ઢગલો), સુખપ = સૂપડા.
ભાવાર્થ :- દીર્ઘકાળ સુધી બાળકને જીવિત રાખવા માટે જે નામ રાખવામાં આવે તે જીવિત હેતુ નામ કહેવાય છે. જેમકે કચરો, ઉકરડો, ઉજિઝતક, કચવરક, સૂપડા વગેરે. આ બધા જીવિત હેતુ નામ કહેવાય
વિવેચન :
કોઈ સ્ત્રીને બાળક જન્મતાવેંત મૃત્યુ પામતા હોય છે. બાળક ઉજરતા ન હોય ત્યારે માતા પોતાના બાળકને જીવિત રાખવા કચરો, ઉકરડો, ભિખલો વગેરે નામ રાખે છે. તે કચરો વગેરે નામ જીવિત હેતુ નામ કહેવાય છે.
આભિપાયિક નામ :
१० से किं तं आभिप्पाइयणामे ? आभिप्पाइयणाम- अंबए णिंबए बकुलए पलासए सिणए पिलुयए करीरए । सेतं आभिप्पाइय णामे । से तं ठवणप्पमाणे। ભાવાર્થ :- પ્રશ્ન- આભિપ્રાયિક નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અંબક, નિંબક, બકુલક, પલાશક, સ્નેહક, પીલુક, કરીરક વગેરે આભિપ્રાયિક નામ જાણવા. આ રીતે આભિપ્રાયિક નામ અને સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામની વક્તવ્યતા પૂર્ણ થઈ.
વિવેચન :
ગુણની અપેક્ષા રાખ્યા વિના પોતાના અભિપ્રાય પ્રમાણે, ઈચ્છાનુસાર નામ રાખવું, તે આભિપ્રાયિક નામ કહેવાય છે. જેમકે અંબક, નિંબક વગેરે ઈચ્છાનુસાર રાખેલ નામ. આ નામની નિષ્પતિનો આધાર પોતાનો અભિપ્રાય જ છે. આ રીતે સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામની વક્તવ્યતા પૂર્ણ થઈ .