________________
| પ્રકરણ ૧૫/દસ નામ- ગુણનિષ્પન્ન નામ
[ ૨૪૧ ]
નામ કહેવાય છે. ભારતીય, માગધીય વગેરે તેના ઉદાહરણ છે. કાળસંયોગ નિષ્પન્ન નામ :१६ से किं तं कालसंजोगे ? कालसंजोगे- सुसमसुसमए सुसमए सुसमदूसमए दूसमसुसमए दूसमए दूसमसमए अहवा पाउसए वासारत्तए सरदए हेमंतए वसंतए गिम्हए । से तं कालसंजोगे । ભાવાર્થ :- પ્રશ્ન- કાળસંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કાળસંયોગ નિષ્પન્ન નામ આ પ્રમાણે છે. જેમ કે સુષમસુષમકાળમાં ઉત્પન્ન થવાથી "સુષમસુષમજ', સુષમ કાળમાં ઉત્પન્ન થવાથી, 'સુષમજ', તે જ રીતે સુષમદુષમજ, દુષમસુષમજ, દુષમજ, દુષમદુષમજ નામ જાણવા અથવા વર્ષાઋતુની શરૂઆતમાં ઉત્પન્ન પ્રાવૃષિક, વર્ષાઋતુમાં ઉત્પન્ન થયેલ વર્ષારાત્રિક, તે જ રીતે શારદ, હેમન્તક, વસન્તક અને ગ્રીષ્મક નામ કાળસંયોગથી નિષ્પન્ન થયા છે.
વિવેચન :
આ સૂત્રમાં સુષમસુષમ વગેરે કાળની અપેક્ષાએ અને વર્ષાઋતુ વગેરે છ પ્રકારના ઋતુકાળની અપેક્ષાએ કાળનિષ્પન્ન નામનું વર્ણન કર્યું છે.
જૈનદર્શનમાં ભરત વગેરે ક્ષેત્રમાં કાળનું પરિવર્તન થયા કરે છે. તેમાં જે કાળમાં આયુષ્ય, અવગાહના-ઊંચાઈ, બળ, જમીનની સરસાઈ વગેરે હીન થતાં જાય તે અવસર્પિણી કાળ કહેવાય છે અને જે કાળમાં આયુષ્યાદિ વૃદ્ધિ પામતા જાય તે કાળ ઉત્સર્પિણી કાળ કહેવાય છે. તેના છ–છ વિભાગ કરવામાં આવ્યા છે. તે છ આરાના નામે પ્રચલિત છે. સૂત્રમાં સુષમસુષમ વગેરે છ નામ આપ્યા છે તે કાળના છ વિભાગના નામ છે. તે કાળમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય તે નામથી ઓળખાય છે. જેમકે સુષમસુષમ કાળમાં જન્મેલ હોય તે 'સુષમસુષમજ' કહેવાય. આ નામ કાળસંયોગથી નિષ્પન્ન નામ જાણવા અથવા એક વરસની છ ઋતુ હોય છે. (૧) પ્રવૃષ, (૨) વર્ષા, (૩) શરદ, (૪) હેમન્ત, (૫) વસંત અને (૬) ગ્રીષ્મ. આ છે ઋતુનાવિભાગ પણ કાળ આધારિત છે. વર્ષાની પૂર્વેનો કાળ પ્રાવૃષ કહેવાય છે. વર્ષાકાળનો સમય વર્ષાનામે ઓળખાય. જે જે ઋતુમાં ઉત્પન્ન થાય તે તે ઋતુના નામે ઓળખાય છે. તે કાળસંયોગ નિષ્પન્ન નામ છે. ભાવસંયોગ નિષ્પન્ન નામ :१७ से किं तं भावसंजोगे ? भावसंजोगे दुविहे पण्णत्ते, तं जहा- पसत्थे य, अपसत्थे य ।
से किं तं पसत्थे ? पसत्थे- णाणेणं णाणी, दसणेणं दसणी, चरित्तेणं