________________
[ ૨૦]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
मीसए- हलेणं हालिए, सगडेणं सागडिए, रहेणं रहिए, णावाए णाविए । से तं मीसए । से तं दव्वसंजोगे । ભાવાર્થ :- પ્રશ્ન- મિશ્રદ્રવ્યસંયોગજ નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- મિશ્રદ્રવ્યના સંયોગથી નિષ્પન્ન નામ આ પ્રમાણે છે– હળના સંયોગથી હાલિક, શકટના સંયોગથી શાકટિક, રથના સંયોગથી રથિક, નાવના સંયોગથી નાવિક, તે મિશ્રદ્રવ્યસંયોગજ નામ છે. આ રીતે દ્રવ્યસંયોગનું વર્ણન પૂર્ણ થાય છે. વિવેચન :
દ્રવ્ય ત્રણ પ્રકારના હોય છે. સચિત્ત-સજીવ, અચિત્ત-નિર્જીવ અને ઉભયરૂપ મિશ્રરૂ૫. ગાય વગેરે સચિત્ત દ્રવ્ય છે, દંડ વગેરે નિર્જીવ-અચિત્ત દ્રવ્ય છે. હળાદિ મિશ્ર દ્રવ્ય છે. હળમાં બળદ જોડાયેલ હોય તે સચિત્ત અને લોખંડના સાધનરૂપ હળ અચિત્ત. બંને મળીને હળ કહેવાય છે. ગાડામાં બળદ જોડાયેલ હોય, રથમાં ઘોડા જોડાયેલ હોય તે સચિત્ત અને લાકડા વગેરેમાંથી ગાડું બન્યું હોય તે અચિત્ત, આ રીતે તે મિશ્રરૂપ છે. ગોવાળ, દંડી, ગાડીવાન વગેરે ક્રમશઃ સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્ય સંયોગજ નામના ઉદાહરણ છે.
ક્ષેત્રસંયોગજ નામ :|१५ से किं तं खेत्तसंजोगे ? खेत्तसंजोगे- भारहे एरवए हेमवए एरण्णवए हरिवस्सए रम्मयवस्सए पुव्वविदेहए अवरविदेहए, देवकुरुए उत्तरकुरुए अहवा मागहए मालवए सोरटुए मरहट्ठए कोंकणए कोसलए । से तं खेत्तसंजोगे । ભાવાર્થ :- પ્રશ્ન ક્ષેત્રસંયોગથી નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ક્ષેત્રના સંયોગથી જે નામ પ્રસિદ્ધ થાય, જેમકે– ભરતક્ષેત્રમાં રહેતા મનુષ્ય ભારતીયભરતક્ષેત્રીય કહેવાય છે. તે જ રીતે ઐરવતીય-ઐરવત ક્ષેત્રીય, હેમવતીય-હેમવત ક્ષેત્રીય, ઐરણ્યવતીય–ઐરણ્યવત ક્ષેત્રીય, હરિવર્ષીય-હરિવર્ષ ક્ષેત્રીય, રમ્યફવર્ષીય-રમ્યફવર્ષ ક્ષેત્રીય, પૂર્વવિદેહીય-પૂર્વવિદેહ ક્ષેત્રીય, ઉત્તરવિદેહીય–ઉત્તરવિદેહ ક્ષેત્રીય, દેવકુરુ ક્ષેત્રીય, ઉત્તરકુરુ ક્ષેત્રીય અથવા આ માગધીય છે, આ માલવીય, સૌરાષ્ટ્રીય, મહારાષ્ટ્રીય, કોંકણ દેશીય, કોશલ દેશીય છે. આ નામ ક્ષેત્રસંયોગ નિષ્પન્ન નામ છે.
વિવેચન :
ક્ષેત્રને આધાર, માધ્યમ બનાવી, ક્ષેત્રની મુખ્યતાએ જે નામકરણ થાય તે ક્ષેત્રસંયોગનિષ્પન્ન